
કાલોલ તાલુકા ના સુરેલી ગામમાં પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અગ્નિવિર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોબ્રા કમાન્ડો હાર્દિકભાઈ બારોટ તથા કોચ એક્સ મેન જીગ્નેશભાઈ તથા તુષાર પટેલની નિગરાની માં ૧૫ મી ઑગસ્ટના સવારમાં વેહલા ૬ વાગ્યા થી ભરતી ચાલુ કરવામાં આવી હતી. જેમાં ૧૬૦૦ મીટર રનિંગ પુલ ઉપીસ બીમ ફયસીકલ ફિટનેસ ટેસ્ટ આર્મી રેલી જેવી પ્રેકટીસ એક્સપેરીએન્સની તાલીમ યોજાય હતી. જેમાં અલગ અલગ જીલ્લાના છોકરા તથા છોકરીઓ એ ભાગ લીધો હતો. જેમાં લંબાઈ, વજન, દોડ તથા ફુલ ઉપસ તથા લેખિત પરીક્ષા યોજાય હતી. ત્યારબાદ તબીબી પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. જેમાં આમાં ખેડા જીલ્લાના એક યુવાન નામે મહેશભાઈ તળપદા જેઓએ પૂરી ભરતી દરમ્યાન બધી કસોટી પાસ કરી હતી તથા ગ્રેડિંગ માર્ક થી બધામાં ફુલ માર્ક્સ થી પાસ થતા પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા પેહલા નંબરમાં આવેલ મહેશભાઈને ગિફ્ટ તથા પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું. જેથી તમામે તાળીઓના ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પૂરી ભરતી મેળાનું રિઝલ્ટ પણ સા આવ્યું હતું. તેથી તેમની એકજ અપીલ કે કોઈ આર્મી પોલીસ કે કોઈ પણ બીજી ફોર્સની તૈયારી કરતા યુવાઓ માટે આ પંચમહાલ ફિઝિકલ એકેડેમી બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે, તેવું જણાવ્યું હતું. આ પંચમહાલ ફિઝિકલ એકેડેમી માં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.