
સમગ્ર દેશમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પણ ૮૦મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી યોજાઈ હતી.
આ નિમિત્તે ગરબાડા પોલીસ મથકના પરિસરમાં આયોજીત કાર્યક્રમમાં સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકના અધિકારીઓ અને જવાનોએ એકત્રિત થઈ રાષ્ટ્રધ્વજ તિરંગાને પૂર્ણ માન-સન્માન સાથે સલામી આપી હતી અને રાષ્ટ્રગાન ગાઈને દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.