અમદાવાદમાં વિધર્મી યુવકના એક તરફી પ્રેમમાં હેરાનગતિથી કંટાળેલી માસૂમ સગીરાએ જીવન લીલા સંકેલી

અમદાવાદમાં એક જ દિવસમાં બે આત્મહત્યાના બનાવ બન્યાં છે. જ્યાં બીજા બનાવમાં એક સગીરાએ વિધર્મી યુવકે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતાં આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પોલીસે પરિવારની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભદ્રેશ્વર વિસ્તારમાં ૧૬ વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પરિવારજનોની ફરિયાદ મુજબ, એક વિધર્મી યુવક સગીરા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને અવારનવાર તેના ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો. આ દબાણથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

સગીરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘરની જુવાનજાધ દીકરી છીનવાઈ જતાં પરિવારમાં રોકકળનો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે પરિવારજનોએ વિધર્મી યુવકના દબાણના કારણે દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.