
નમનારના સંજયભાઈ બારીયા દ્વારા સતત ૧૭મા વર્ષે પદયાત્રા સંઘનું સફળ આયોજન.
શહેરા તાલુકામાં આવેલ ચાંદણગઢ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરેથી રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થધામ રામદેવરા ખાતે બાબા રામદેવજીના દર્શનાર્થે પગપાળા સંઘ રવાના થયો હતો. મંદિર પરિસરમાં આયોજીત આ ધાર્મિક પ્રસંગે ભગુભાઈ ભરવાડ તથા લુણાવાડા તાલુકાના નમનાર ગામના અને તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારીયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ બાબા રામદેવજીની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. આ સાથે જ રામદેવરા મંદિરે ચઢાવવા માટે લાવવામાં આવેલી ૧૧૧ ફૂટની વિશાળ અને આકર્ષક ધજાનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

શહેરા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદણગઢ સ્થિત આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર પરિસર માંથી રાજસ્થાનના પ્રખ્યાત તીર્થધામ રામદેવરા ખાતે બાબા રામદેવજીના દર્શનાર્થે જવા માટે પગપાળા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રયાણ કરતા પહેલાં સંઘના ભક્તોએ ખોડિયાર માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક પ્રસંગે ભગુભાઈ ભરવાડ, લુણાવાડા તાલુકાના નમનાર ગામના તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારીયા તેમજ મહીસાગર જીલ્લાના ભાજપ અગ્રણી ભૂમિરાજસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ બાબા રામદેવ પીરની ભાવપૂર્વક વિધિવત આરતી ઉતારી હતી. આ વેળાએ રામદેવરા મંદિરે ચઢાવવા માટે લાવવામાં આવેલી ૧૧૧ ફૂટની વિશાળ અને આકર્ષક ધજાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. નમનાર ગામના તાલુકા પંચાયત સદસ્ય અને મુખ્ય આયોજક સંજયભાઈ બારીયા છેલ્લા ૧૬ વર્ષથી સતત આ પગપાળા સંઘનું આયોજન કરી રહ્યા છે. ચાલુ વર્ષે ૧૭મા વર્ષે પણ આસપાસના વિવિધ વિસ્તારો અને ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર આ યાત્રામાં જોડાવા માટે રવાના થયા હતા. ચાંદણગઢથી રામદેવરા સુધીનું આશરે ૧૦૦૦ કિલોમીટર જેટલું અંતર આ સંઘ લગભગ ૨૦ થી ૨૫ દિવસમાં પૂર્ણ કરનાર છે. રામદેવરા પહોંચીને સંજય ભાઈ બારીઆ સહિતના ભક્તો મંદિર ખાતે બાબા રામદેવજીના દર્શન કરીને શિખરે ૧૧૧ ફૂટની ધજાનું ધ્વજારોહણ કરશે અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ નિરોગી આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરશે.
