ગોધરા તાલુકાના નાદરખા ગામે ૪૫ વર્ષી મહિલાને સાપે દંશ મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નાદરખા ગામે પોતાના ઘરના વાડામાં રોજિંદું કામ કરી રહેલા ૪૦ વર્ષીય મહિલા હીનાબેન પટેલને હાથના ભાગે ઝેરી સાપે ડંખ મારતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ગોધરા તાલુકાના નાદરખા ગામે રહેતા ૪૦ વર્ષીય હીનાબેન શાંતિલાલ પટેલ પોતાના ઘરના વાડામાં રોજિંદું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક આવી પહોંચેલા એક ઝેરી સાપે તેમના હાથના ભાગે ડંખ માર્યો હતો.

હીનાબેનને સાપ કરડ્યાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પરિસ્થિતિ ગંભીર જણાતાં વિલંબ કર્યા વગર તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને સંપર્ક કરી જાણ કરી હતી.

ઘટનાની જાણ મળતા જ ૧૦૮ની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને હીનાબેનને સ્થળ પર જ જ‚રી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમની સ્થિતિ ધ્યાને લઈ વધુ સઘન સારવાર અર્થે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.