
તાડવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી.
શહેરા તાલુકામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના દિવસે શાળા-કોલેજો તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ સહિત ૪૦૦થી પણ વધુ સ્થળો પર આનબાનશાનથી ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. તાડવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવતા તેમણે દેશના બલિદાનીઓને યાદ કર્યા હતા.

શહેરા તાલુકામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. તાલુકાભરની શાળા-કોલેજો અને સરકારી સંસ્થાઓ મળીને ૪૦૦થી વધુ સ્થળો પર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા કક્ષાની મુખ્ય ઉજવણી તાડવા ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી, જ્યાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી.તાડવા ખાતે આયોજીત આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલએ સૌ તાલુકાવાસીઓને ૮૦મા સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવી, વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયંતીભાઈ બારીઆ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃણાલ હઠીલા, બીઆરસી રાકેશભાઈ પટેલ, સરપંચ સરદારભાઈ પટેલ, બી.આર.સી રાકેશભાઈ પટેલ અને બ્રહ્માકુમારી રતન દીદી, જયા દીદી સહિતના અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ અને નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગ રાખ્યો હતો. તાલુકાની વિવિધ કચેરીઓમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય સેવાઓ આપનાર કર્મચારીઓને પ્રાંત અધિકારી, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ દેશભક્તિના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ગામના અગ્રણીઓ દ્વારા વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક નાગરિક પોતાના ઘરે એક વૃક્ષ વાવે તે માટે અપીલ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.