આદિવાસીઓના હક્કો પર ધાડ:શુ OBC જ્ઞાતિના લોકો રાતોરાત આદિવાસી બની શકે?

સંજેલી તાલુકામાં નકલી ST પ્રમાણપત્રથી સરકારી નોકરીઓ અને મેડિકલ સીટો હડપવાનું મહાકોભાંડનો આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત.રાવળ અને રાવત જ્ઞાતિના લોકો અસલી કે નકલી જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે.

સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા ડુબલીકેટ એસટી  સર્ટી ધરાવનાર પર વિરોધ કરી સૂત્રોચાર સાથે મામલતદાર કચેરી દ્વાર ખખડાવી આવેદન આપી તપાસની માંગ કરી.

શુ ઓબીસી જ્ઞાતિના લોકો રાતોરાત આદિવાસી બની શકે?શુ સરકારી અધિકારી સાથે મળી આદિવાસી સમાજનો હક છીનવી શકાય? દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા માંથી આ ચકચારી બનાવ સામે આવ્યો નકલી પ્રમાણપત્ર નો એક એવો પડદાફાસ્ટ જેને સમગ્ર ગુજરાતના રાજકારણમાં અને પ્રશાસનમાં ખળભળાટ મચાવી દીધો છે. સંજેલી અને સિંગવડ તાલુકામાં મૂળ હિન્દુ રાવળ જ્ઞાતિના લોકોએ ષડયંત્ર રચીને અનુસૂચિત જનજાતિ એસટી સમુદાયના બોગસ પ્રમાણપત્ર મેળવી લીધા હોવાના આદિવાસી પરિવારનો આક્ષેપ.

યુવરાજસિંહ નેતા દ્વારા સોશિયલ મીડિયામાં પેઢીનામુ સહીતના અનેક પુરાવા અને સર્ટી સાથે પુરાવા આપી સૌથી મોટો આક્ષેપ થતા બોગસ એસ.ટી.ની સર્ટી ધરાવનારોમાં દોડધામ મચી જવા પામી છે. 

રાવળ અને રાવત પરિવારો એક જ લોહીના સગા છે શાળાના વય પત્રકો અને જૂના મહેસુલી રેકોર્ડમાં પણ જેમની મૂળ જ્ઞાતિ હિન્દુ રાવળ જ નોંધાયેલ છે પરંતુ સરકારી અમલદારોની લીલી ભગતની એસટીના ડાખલા કઢાવીને આદિવાસી સમાજ અનામત યોજનાઓ અને શૈક્ષણિક સીટો પર તરાપ મારવામાં આવ્યો હોવાનો આક્ષેપો કરાયા. આ કૌભાંડ કરનારાઓના નામ જોગ સંજેલી મામલતદારને પુરાવા સાથે આવેદન પાઠવી તટસ્થ તપાસ કરી ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે..

આવેદનમા નામ જોગની યાદી..

1)કિરણ રાવળ સંજેલી તાલુકા ભાજપનો મંડળનો મહામંત્રી, એન. કે નર્સિંગ કોલેજ પ્રમુખ , ભાઠીવાડા ખાતે ST કોટા હેઠળ પેટ્રોલ પંપ મેળવ્યો.

2)કમલેશ રામસીંગ રાવળ સંજેલી APMC ડિરેક્ટર.

3) માનુસિંગ રાવળ લીમડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ.

4)સંતોષભાઈ રાવળ ફતેપુરા તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે સેવા આપે છે.અને હાલ તેમની બદલી દેવગઢ બારીયામા ફરજ બજાવે છે.

આવેદન સાથે પુરાવા સાથે સામેલ.

૧. રાવળ રામસિંગભાઈ રાવજીભાઈનું જાતી પ્રમાણપત્ર ન.૧૪૪૪ તારીખ ૧૬/૭/૮૭ નકલ

૨. મંડેર ગામે ખાતા નંબર ૨૨૩ સર્વે નંબર ૧૯૨ની નકલ

૩. મંડેર ગામનો સર્વે નંબર ૩ની નકલ નોંધ નંબર ૮૮૪, ૮૮૯, ૯૧૧ અને ૯૧૪

૪. નાની સંજેલી ગામના સર્વે નંબર ૬૬ અને ૬૮ની નોંધ નંબર ૪૫૯ અને ૪૯૯ નકલ

૫. રમણલાલ રૂપસિંગભાઈ રાવળ G.R. ૨૫૨૯ ની ઝેરોક્ષ નકલ

૬. વાઘાભાઇ કેસરાભાઈ રાવળની સર્વિસ બુકના પ્રથમ પ્રેજ ની નકલી

૭. કમલેશ રામસિંગ રાવળનું જાતિ પ્રમાણપત્ર