દાહોદના કાળિયાગોટા ગામે શાળાથી આંગણવાડી સુધી રસ્તો બનાવવા મુદ્દે બે પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન યુવતીને પથ્થર વાગતા પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કાળિયાગોટઠા ગામના હંસાબેન રમેશભાઈ ભગોરા અને તેમના પતિ મજુરી કામે ગયા હતા. તે દરમિયાન તેમની પુત્રીઓ મીનાક્ષીબેન અને પીંકલબેન તથા પ્રિતીબેન સ્વપભાઈ સેલોત શાળાએથી ધરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પીસોઈ ગામના રસ્તા ૫ર જગદીશભાઈ બદીયાભાઈ ભગોરા અને ગોવિંદભાઈ કસનાભાઈ ભગોરા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ૬ ઓકટો.ના રોજ સાંજના સમયે મીનાક્ષીબેન ધરે પરત ફરી રહ્યા હતા ત્યારે શનીબેન બદીયાભાઈ ભગોરાએ તેમના પર પથ્થર ફેંકતા પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન જગદીશભાઈ ગાવિંદભાઈ, શનીબેન, ધર્મિષ્ઠા બેન પ્રકારભાઈ ભગોરા, અને બદીયાભાઈ નરસીંગભાઈ ભગોરાએ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રસ્તો પોતાની જમીનમાંથી નીકળતો હોવાનુ જણાવી વિવાદ કર્યો હતો. આ મામલે હંસાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.