હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આસો નવરાત્રિના એક દિવસ અગાઉ શ્રી મહાકાળી માતાજીના દર્શન માટે એક લાખ માંઈ ભકતો ઉમટી પડ્યા હતા.
આગામી તા.૧૧ થી ૨૦ દરમિયાન યોજાનાર પવિત્ર આસો નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા માટે વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરી હોવાનુ તંત્ર દ્વારા જણાવાઈ રહ્યુ છે. નવરાત્રિ દરમિયાન લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા-વ્યવસ્થાના ભાગપે ૧૩૦૦થી વધુ પોલીસ જવાનો તેમજ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચે વળવા એસ.ડી.આર.એફ.ની વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૬૦ જેટલા નાયબ મામલતદારો, ૪ મુખ્ય સ્થળોએ ૨૪ કલાક શિફટ અનુસાર ફરજ બજાવશે. આ ઉપરાંત એસ.ટી.બસ સ્ટેન્ડ, માંચી અને દુધિયા તળાવ ખાતે ૩ કંટ્રોલમ કાર્યરત કરાયા છે. યાત્રાળુઓના વાહન વ્યવહાર માટે તળેટીથી માંચી સુધી દેૈનિક ૬૦ એસ.ટી.બસો દોડાવાશે. જયારે આઠમ અને નોમના તહેવારના દિવસોમાં વધારાની ૧૫ બસો મળી કુલ ૭૫ બસો દોડવાશે. આરોગ્ય સુવિધા માટે ૬૦ સભ્યોની વિશેષ મેડિકલ ટીમ રાઉન્ડ ધકલોક હાજર રહેશે. દૈનિક આશરે ૧ લાખ શ્રદ્ધાળુઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા જીડબ્લ્યુ એસએસબી, ગ્રામ પંચાયત અને ટેમ્પલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કરી છે. સ્વચ્છતાં જાળવવા ૧૫૦ વધારાના સફાઈ કર્મીઓ(કુલ ૨૩૦)રોકયા છે. તેમજ રાત્રિ દરમિયાન પુરતી લાઇટની વ્યવસ્થા ઉપલબ્ધ છે.