નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ), દાહોદના NTF (National Task Force) એકમ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો

તા.૧૦.૧૦.૨૦૨૬, શનિવાર ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ), દાહોદના NTF (National Task Force) અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય (Mental Health)ને મજબૂત બનાવવા અને આત્મહત્યાની ઘટનાઓ ઘટાડવા માટે માનસિક સ્વાસ્થય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓને તણાવ વ્યવસ્થાપન, ડિપ્રેશન અંગે જાગૃતિ અને ભાવનાત્મક સહાય વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૧ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે. ખરાદીના માર્ગ દર્શન હેઠળ ગઝઋ ના નોડલ ઓફિસર ડો રૂચિતા આર. પટેલ અને કો- ઓર્ડીનેટર . નીલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.