છોટાઉદેપુર પાલિકાના વોર્ડ-૪ની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું

છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આ ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિય સ્પર્ધા જોવા મળી રહી છે.

જાતિનો દાખલો રદ થતાં બેઠક ખાલી થઈ હતી ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર-૪ના સભ્ય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ ઠર્યો હતો. કાયદાકીય કાર્યવાહીના ભાગ‚પે તેમને પ્રમુખપદ તેમજ સભ્યપદ પરથી દૂર કરવામાં આવતાં આ જગ્યા ખાલી પડી હતી, જેના પગલે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

૨૭૬૫ મતદારો નોંધાયા, ૧૩મીએ પરિણામ આ પેટા ચૂંટણીમાં કુલ ૨,૭૬૫ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧,૪૦૪ પુ‚ષ અને ૧,૩૬૦ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનોને સુરક્ષિત રખાશે અને આગામી ૧૩ ઓક્ટોબરના રોજ હાથ ધરાનારી મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.