ગોધરા શ્રી ઝુલેલાલ મંદિર ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ગોધરાના ચિઠ્ઠીયાવાડમાં આવેલા ઝુલેલાલ મંદિરે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ગોધરા સિંધી સમાજ અને ધીરજ હોસ્પિટલ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૨૫૦થી વધુ જ‚રિયાતમંદ લોકોએ મફત તપાસનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં ધીરજ હોસ્પિટલ, પીપરીયાના નિષ્ણાત ડોકટરોએ સેવા આપી હતી. તેમણે હાડકાંના રોગ, કેન્સર, સ્ત્રી રોગ, હૃદય રોગ, કાન-નાક-ગળાના રોગ, આંખના રોગ, જનરલ મેડિસિન અને ચામડીના રોગોની તપાસ કરી હતી.

દર્દીઓને સંપૂર્ણ તપાસ મળી રહે તે માટે લોહીની જ‚રી તપાસ પણ મફત કરવામાં આવી હતી. આ માટે ધીરજ હોસ્પિટલ, દિનેશ રામચંદાણી અને હરે કૃષ્ણા લેબોરેટરીનો સહયોગ મળ્યો હતો. સિંધી સમાજના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ કેમ્પને સફળ બનાવવામાં મદદ કરી હતી.