
મણિપુરના ત્રણ પહાડી જિલ્લાઓઃ કામજાંગ, ઉખરુલ અને કાંગપોકપીમાં ફાટી નીકળેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે. નાગા અને કુકી સમુદાયો વચ્ચે તાજેતરની હિંસક અથડામણમાં માર્યા ગયેલા લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવાર અને શનિવારે ફાટી નીકળેલી હિંસામાં છ નાગા, બે કુકી અને એક ગોરખા ખેડૂતનું મોત થયું હતું. આ વર્ષે મણિપુરમાં હિંસાની સૌથી ઘાતક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. જા કે, રવિવારે ત્રણ પહાડી જિલ્લાઓમાંથી કોઈ નવી હિંસક ઘટનાઓ નોંધાઈ નથી.મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે નિર્દોષ નાગરિકોની હિંસા અને હત્યાની નિંદા કરી અને લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી. તેમણે સંબંધિત અધિકારીઓને પરિÂસ્થતિને નિયંત્રિત કરવા અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યો.
તાજેતરની હિંસક ઘટનાઓ બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીડિતોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઓળખાયેલા પીડિતોમાં છ નાગા, બે કુકી (એક મહિલા સહિત) અને એક નેપાળીનો સમાવેશ થાય છે. પીડિતોની ઓળખ ડોમખોની તોથાંગ, માઈકલ ન્ગામિનલેન હાઓકિપ, ન્ગાચાન્સો નિંગશેન, લીશીશેન હાંગ્યો, માચુંગવાંગબો, માચુંગમામંગ, અજિનપો રિંગકાંગમાઈ, રોબર્ટ અને સંદીપ રાય તરીકે થઈ છે.દરમિયાન, મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ ૧૦ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં ૭ લોક કલ્યાણ માર્ગ પર તેમના સત્તાવાર નિવાસસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસો વિશે માહિતી આપી.
બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ ઇમ્ફાલ-દિમાપુર-ગુવાહાટી બસ સેવાઓ ફરી શરૂ કરવા અને રાષ્ટÙીય ધોરીમાર્ગ ૩૭ અને ૨ પર માલસામાન ટ્રકોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. તેમણે વિવિધ સમુદાયો વચ્ચે વિશ્વાસની ખોટને દૂર કરવા માટેની પહેલો વિશે પણ પ્રધાનમંત્રીને માહિતી આપી.
ખેમચંદ સિંહે પ્રધાનમંત્રીને કેટલાક રાજ્ય ધોરીમાર્ગોને રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં અપગ્રેડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવા વિનંતી કરી અને ઇમ્ફાલમાં પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો દરજ્જા આપવાની માંગ કરી. તેમણે મોદીને મણિપુરની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું.
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે મણિપુરમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. તેમણે ખાતરી આપી કે લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને રાજ્યને લગતા તમામ વાસ્તવિક મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે. એક નિવેદનમાં, મુખ્યમંત્રી ખેમચંદ સિંહે કામજાંગ અને કાંગપોક્પી જિલ્લામાં હિંસા અને નિર્દોષ નાગરિકોની હત્યાની નિંદા કરી.તેમણે કહ્યું, “મેં સંબંધિત અધિકારીઓને પરિસ્થતિને નિયંત્રિત કરવા, શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.” તેમણે વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા જાહેર નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનોને સંયમ રાખવા અને તણાવ ઓછો કરવામાં સહયોગ આપવા અપીલ કરી, અને સમાજના તમામ વર્ગોને શાંતિ, સંવાદ અને સુમેળને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.