
રામ મંદિર પ્રસાદ કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને અન્ય લોકો સામે રિપોર્ટ નોંધવાની માંગ કરતી અરજી પર સોમવારે સુનાવણી થઈ શકી નહીં. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશને કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો નથી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીયૂષ ત્રિપાઠીએ ૧૬ ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી છે.
વકીલો સંગઠનના મહામંત્રી શૈલેન્દ્ર જયસ્વાલે સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરીને રામ મંદિર પ્રસાદ કેસમાં ચંપત રાય, ડા. અનિલ મિશ્રા, ગોપાલ રાવ, કૃષ્ણ મોહન અને અનેક અજાણ્યા વ્યÂક્તઓ સામે રિપોર્ટ નોંધવાની માંગ કરી છે.
સોમવારની સુનાવણી દરમિયાન પોલીસ રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાથી કેસમાં આગળની કાર્યવાહી થઈ શકી નથી. કોર્ટ હવે ૧૬ ઓક્ટોબરે કેસની સુનાવણી કરશે.