
પશ્ચિમ બંગાળ વિધાનસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત અને દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પર ભાજપે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શનિવારે કોલકાતામાં બોલતા, રાજ્યસભા સાંસદ અને ભાજપ બંગાળ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે બંગાળના લોકોનો એક જ સંદેશ છેઃ તેઓ વિભાજન ઇચ્છતા નથી, તેઓ મંદિર-મÂસ્જદ સંઘર્ષ ઇચ્છતા નથી, તેઓ રમખાણો ઇચ્છતા નથી. તેઓ પશ્ચિમ બંગાળમાં વિકાસ અને રોકાણ ઇચ્છે છે.
સમિક ભટ્ટાચાર્યએ કહ્યું, “હું પુનરાવર્તન કરું છું કે હિંસામુક્ત ચૂંટણી કરાવવા બદલ જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણથી સન્માનિત કરવા જાઈએ. પશ્ચિમ બંગાળના લોકોએ છેલ્લા ૭૦ વર્ષમાં આવી ચૂંટણી ક્્યારેય જાઈ નથી.” નોંધનીય છે કે બંગાળમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેÂન્સવ રિવિઝન ખૂબ જ વિવાદાસ્પદ કવાયત હતી. મોટા પાયે મતદારોને મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ અંગે આક્રમક રહ્યા છે. તેમણે કોંગ્રેસ સાથે મળીને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે.
વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે કારણ કે તેમના પર મતદાર યાદીમાં છેડછાડ, સ્પેશિયલ ઇન્ટેÂન્સવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયામાં અનિયમિતતા અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. વિપક્ષી નેતા અને સીપીએમ (માઓવાદી) ના મહાસચિવ ડી. રાજાના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચે ફોર્મ ૬ (નવા મતદારોની નોંધણી માટેનું ફોર્મ) માં કરવામાં આવેલા ફેરફારો અંગે જનતાને ગેરમાર્ગે દોર્યા છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે સુધારેલા ફોર્મ ૬ ને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી નથી, જેનાથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા થાય છે.