ભરૂચ: રજવાડી ચાની દુકાનના સંચાલક પાસેથી અફીણ ઝડપાયું, એસઓજીની કાર્યવાહી

ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલક પાસેથી ભ‚ચ એસઓજીની ટીમે ૯૬ ગ્રામ અફીણ ઝડપી પાડ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન અંદૃાજે ૪૮ હજારની િંકમતનું અફીણ મળી આવતાં સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે લાંબા સમયથી અફીણનો બંધાણી હોવાનું અને પોતાના ઉપયોગ માટે અફીણ લાવ્યો હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોહમદૃી કોમ્પ્લેક્ષમાં રજવાડી ચાની ફ્રેન્ચાઈઝી ચાલે છે. આ દૃુકાનના સંચાલક નરેશ તાજેત પાટીદૃાર, જે મૂળ રાજસ્થાનનો વતની હોવાનું જાણવા મળ્યું છે, તેની પાસે અફીણ હોવાની બાતમી ભરૂચ એસએજીની ટીમને મળી હતી.

બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ચાની દૃુકાનના ઉપરના ભાગે આવેલા ‚મમાં સંચાલક રહેતો હતો. ટીમે ત્યાં તપાસ કરતાં તેની પાસેથી ૯૬ ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ અફીણની િંકમત અંદૃાજે ૪૮ હજાર આંકવામાં આવી છે. ત્યારબાદ પોલીસે અફીણ જપ્ત કરી સંચાલકને ઝડપી પાડી તેની સામે કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા નરેશ તાજેત પાટીદૃારની પૂછપરછ દરમિયાન તેણે પોતે લાંબા સમયથી અફીણનું સેવન કરતો હોવાનું જણાવ્યું હતું. તેણે અફીણ પોતાના ઉપયોગ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તે અફીણ ક્યાંથી લાવ્યો હતો અને કોની પાસેથી મેળવ્યું હતું તે અંગેની તપાસ હજુ ચાલુ છે.

અફીણનો જથ્થો ક્યાંથી આવ્યો, તેની પાછળ કોઈ સપ્લાયર છે કે નહીં અને આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતનાં પાસાં તપાસ હેઠળ છે. પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આ કાર્યવાહી વચ્ચે ભરૂચમાં રજવાડી ચાની દૃુકાનમાં અફીણવાળી ચા પીરસવામાં આવતી હોવાની અફવા પણ ફેલાઈ હતી. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ ર્જીંય્ની કાર્યવાહી દૃુકાનના સંચાલકના રૂમમાંથી અફીણ મળી આવવા અંગે હતી. અફીણવાળી ચા વેચાતી હોવાના દૃાવાને સમર્થન આપતી કોઈ વિગતો સામે આવી નથી.

અફીણ ભેળવેલી ચાને સામાન્ય રીતે ‘પોપી ટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ચામાં અફીણ ભેળવવામાં આવતું હોવાનો દૃાવો અને સંચાલક પાસેથી અફીણ મળી આવવાની હકીકત બંને અલગ બાબતો છે.

હાલમાં એસઓજી દ્વારા અફીણના સ્ત્રોત અને આરોપી સુધી તે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે. અફીણ ભેળવેલી ચાને સામાન્ય રીતે ‘પોપી ટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ચામાં અફીણ ભેળવવામાં આવતું હોવાનો દૃાવો અને સંચાલક પાસેથી અફીણ મળી આવવાની હકીકત બંને અલગ બાબતો છે. હાલમાં એસઓજી દ્વારા અફીણના સ્ત્રોત અને આરોપી સુધી તે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે.