
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ઘટની અસર હવે જાવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટÙ અને કચ્છના વિસ્તારમાં ૩૫% જેટલા વરસાદની ખાધ છે. જેને લઈને માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતોની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ કચ્છ અને સૌરાષ્ટÙમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવાની સ્પષ્ટ જાહેરાત કરી દેવામાં આવી છે.પરિસ્થિતિ એ છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ હોવાના કારણે ખેતીને તો નુકસાન છે જ, પરંતુ માલ-ઢોર સાચવવા હવે માલધારીઓ માટે પડકારજનક પરિસ્થિતિ બની છે. માલ-ઢોરના જીવ સાચવવા માટે હવે માલધારીઓ હિજરત કરવા લાગ્યા છે. કચ્છમાં વરસાદ ૩૫% જેટલો ઓછો પડ્યો છે, ત્યારે કચ્છના માલધારીઓ હવે પોતાના માલ-ઢોર લઈને સૌરાષ્ટ્ર તરફ વળ્યા છે. કચ્છથી પોતાના માલ-ઢોર સાથે ચાલીને અને પોતાની થોડી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને સૌરાષ્ટÙ તરફ આવવા માટે નીકળ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો કેનાલની સુવિધા ધરાવતો જિલ્લો હોવાના કારણે હજુ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા થોડી ઓછી છે. નર્મદાની કેનાલો હાલ ચાલુ કરવામાં આવી છે, તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા અત્યાર સુધી ઊભી નથી થઈ. પરંતુ જિલ્લામાં પણ ૨૫% જેટલા વરસાદની ખાધ છે, ત્યારે આગામી સમયમાં ઉનાળો અને શિયાળો કાઢવો કઠિન છે. હવે કચ્છના માલધારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવીને વસાહત કરવા લાગ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ, બજાણા, અખીયાણા, પીપળી, ગેડિયા, ખેરવા સહિતની અલગ અલગ સીમના ગૌચરોની જમીનોમાં અને વાવેતર વગરના ખેતરોમાં માલ-ઢોરને લઈને તંબુ બાંધીને વસવાટ કરવા લાગ્યા છે.
કચ્છની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ૩૫ ટકા જેટલા વરસાદની ઘટ છે, પીવા માટે પાણી નથી, માલ-ઢોરને ખવડાવવા માટે ઘાસચારો નથી. ત્યારે માલધારીઓ પોતાના માલ-ઢોર અને બાળ-બચ્ચાને સાચવી રાખવા માટે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં વસાહત કરવા લાગ્યા છે અને કચ્છથી હિજરત કરીને જિલ્લામાં ધામા નાખીને વસવાટ શરૂ કર્યો છે. ૨૫૦થી વધુ પરિવારજનોની હાલ કચ્છના અલગ અલગ તાલુકાઓમાંથી હિજરત થઈ છે અને સુરેન્દ્રનગરના પાટડી અને આજુબાજુના વિસ્તારમાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. જાકે સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા પણ તેમને ખૂબ સહકાર આપવામાં આવી રહ્યો છે. પીવાના પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, રહેવા-જમવા અને માલ-ઢોર સાચવવા માટે જમીન પણ આપવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા જે ખેતરોમાં વાવેતર નથી કરવામાં આવ્યા ત્યાં જ તેમને રાખીને તેમના માલ-ઢોર અને બાળ-બચ્ચાં સચવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા પણ હાથ ધરવામાં આવ્યા છે.પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, ત્યારે કચ્છમાંથી હિજરત શરૂ થઈ ગઈ છે. કચ્છના ગામડાઓ હવે ખાલી થઈને સુરેન્દ્રનગરમાં આવી રહ્યા છે. ૫,૦૦૦થી વધુ માલ-ઢોર સાથે કચ્છના ૨૫૦થી વધુ પરિવારજનો વસવાટ કરવા લાગ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ અને જિલ્લાઓની યાદી જાહેર નથી કરવામાં આવી. એક બાજુ વરસાદ નથી, બીજી બાજુ જળાશયો ખાલી છે. હજુ આઠ મહિના જેટલો સમય કાઢવાનો છે, ત્યારે સરકાર હવે કેટલ કેમ્પ ખોલીને માલ-ઢોર સાચવવા માટેનું ઘાસ વિતરણ કરે તેવી માંગ માલધારીઓએ કરી છે.કચ્છ તાલુકાના લખપત ગામના માલધારી હાજી ખાન મહંમદ સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી પરિÂસ્થતિ ખૂબ ખરાબ છે.
સરકારે કેટલ કેમ્પ અત્યારે ખોલવા જાઈએ. ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, ઢોર અને માલને પીવડાવવાનું પાણી નથી. ત્યારે આંખ સામે માલ-ઢોરના મોત થઈ રહ્યા છે.પછી ૨૦૦ કિલોમીટર દૂર સુરેન્દ્રનગરના પાટડીના આજુબાજુના ગામડામાં ૨૫૦થી વધુ પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. તેમના ૫ હજાર જેટલા માલ-ઢોર છે. આજુબાજુના ખેતરોના ખેડૂતો માલ-ઢોરને ચરવા દે છે એટલે તે જીવતા છે, પરંતુ ૮ મહિના કાઢવા ખૂબ કઠિન છે. સરકાર માત્ર વાતો કરે છે, કોઈપણ પ્રકારની સહાય કે કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન ગામડા સુધી મળ્યું નથી. વરસાદની અછત છે ત્યારે હવે પરિÂસ્થતિ ગંભીર છે. બાળ-બચ્ચાને ખાવા માટે પૂરતું ભોજન નથી. માલ-ઢોર સાચવવા માટે ૨૫૦ કિલોમીટર દૂર સુરેન્દ્રનગરમાં આવવું પડ્યું છે. ત્યારે હવે સરકાર સામું જાવે અને ખરેખર દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ અને જિલ્લાઓ જાહેર કરીને સહાયની રકમ ચૂકવે અને માલ-ઢોર માટે ઘાસ-પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી છે. હાલ કચ્છના લખપત, ભેંખડા સહિતના તાલુકાઓના માલધારીઓ સુરેન્દ્રનગરમાં આવી વસવાટ કરવા લાગ્યા છે. ત્યારે મહેબૂબભાઈ જત કે જે પોતે કચ્છ તાલુકાના ભેંખડા ગામના માલધારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૮માં પણ આ પરિસ્થિતિ થઈ હતી અને પાટડી સહિતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં અમે પોતાના માલ-ઢોર સાથે આવ્યા હતા અને ત્યાં પડાવ નાખ્યો હતો.ચાર મહિના જેટલો સમય આજુબાજુના ખેડૂતો અને લોકો વચ્ચે પસાર કર્યો હતો. ખૂબ સારો સહકાર મળ્યો હતો.પરંતુ હવે ૩૫ ટકા જેટલા વરસાદની ઘટ છે, ત્યારે ચાલુ વર્ષે ૮ મહિનાનો સમય કાઢવાનો છે.