
રિયાધમાં સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુથી મિસાઇલ હુમલામાં તેર લોકો માર્યા ગયા હતા. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ ટર્મિનલ કોમ્પ્લેક્સની અંદર હુમલાની અસર દર્શાવે છે. સાઉદી અધિકારીઓએ આ હુમલા માટે પડોશી યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને દોષી ઠેરવ્યા છે. અહેવાલો અનુસાર, આ હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં હુમલાના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા, જેમાં એક શક્તશાળી વિસ્ફોટ જાઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાએ ગલ્ફ ક્ષેત્રમાં ઉડ્ડયન માળખા માટે વધતા સુરક્ષા ખતરા તરફ ધ્યાન દોર્યું છે. આ હુમલો ટર્મિનલ ૩ અને ૪ ધરાવતા સંકુલમાં થયો હોવાનું કહેવાય છે, જે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
સાઉદી અરેબિયાના જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે ૧૦ ઓક્ટોબરના રોજ થયેલા હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૩૦૯ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બે બાંગ્લાદેશી નાગરિકો અને યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, ઇજિપ્ત, જાર્ડન, સીરિયા, પેલેસ્ટાઇન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે મિસાઇલ એરપોર્ટ સંકુલના ટર્મિનલ ૩ અને ૪ પર ત્રાટક્યું હતું, જે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. હુમલાથી એરપોર્ટ સુવિધાઓને પણ નુકસાન થયું હતું, અને અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સાઉદી-નેતૃત્વ હેઠળના ગઠબંધને આ હુમલાને “સ્પષ્ટ યુદ્ધ અપરાધ” ગણાવ્યો હતો અને કડક પ્રતિક્રિયા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
હુમલા બાદ, અધિકારીઓએ નુકસાનનું મૂલ્યાંકન કરીને સુવિધાઓની સુરક્ષા તપાસતા એરપોર્ટ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, અને પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ફ્લાઇટ્સનો માર્ગ બદલવામાં આવી રહ્યો છે. બગડતી સુરક્ષા પરિÂસ્થતિને કારણે, ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે રિયાધ અને સાઉદી અરેબિયાના અન્ય એરપોર્ટ્સ માટે તેમની સેવાઓ પહેલાથી જ સ્થગિત કરી દીધી છે અથવા તેમાં ફેરફાર કર્યો છે.