ક્રિકેટમાં, ટર્નઅરાઉન્ડની આશા છેલ્લા બોલ સુધી રહે છે, અને આ રોમાંચક મેચ શારજાહમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં જાવા મળી. બાંગ્લાદેશ ચેમ્પિયન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ટાઇટલના દાવેદાર ગણાતા ભારતીય ચેમ્પિયન્સને ૩ રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ૧૪૨ રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલ ભારત, નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટે માત્ર ૧૩૮ રન જ બનાવી શક્યું. બાંગ્લાદેશની જીતમાં ડાબોડી સ્પિનર ઈનામુલ હક જુનિયર અને અબુ જાયદ રાહીની ડેથ ઓવરોમાં બોલિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશે શરૂઆતની બે ઓવરમાં ૩૦ રન બનાવીને શાનદાર શરૂઆત કરી. જાકે, ત્રીજી ઓવરના પહેલા બોલ પર ઇમરુલ કાયસ આઉટ થયા બાદ તેમનો દાવ નિષ્ફળ ગયો. નિયમિત અંતરાલે વિકેટ પડી, જેના કારણે બાંગ્લાદેશ મોટો સ્કોર હાંસલ કરી શક્યું નહીં.રોની તાલુકદારે ૨૫ બોલમાં ૪૦ રન બનાવીને બાંગ્લાદેશને શરૂઆતની નિષ્ફળતામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો.
જાકે, બીજા છેડેથી તેમને સતત સપોર્ટનો અભાવ હતો. કેપ્ટન મહમુદુલ્લાહ રિયાદ સહિત અન્ય બેટ્સમેન નોંધપાત્ર ઇનિંગ રમી શક્યા નહીં. ત્યારબાદ નાસિર હુસૈને જવાબદારી સંભાળી અને ૨૧ બોલમાં ૨૪ રન બનાવી ટીમને સ્થિર કરી. લાંબા સમય પછી પહેલી વાર બાંગ્લાદેશની જર્સીમાં રમતા નાસિરે દબાણ હેઠળ ઉપયોગી ઇનિંગ રમી. અરાફત સનીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે ૩૮ બોલમાં ૩૭ રન બનાવીને બાંગ્લાદેશને ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૧ રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ભારત તરફથી પિયુષ ચાવલા સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ લીધી. પવન નેગી અને ઋષિ ધવન દરેકે બે વિકેટ લીધી.
૧૪૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતીય ચેÂમ્પયન ટીમની શરૂઆત ખરાબ રહી. અંબાતી રાયડુ માત્ર ચાર રન બનાવીને આઉટ થયો. સ્ટુઅર્ટ બિન્ની અને કેપ્ટન યુવરાજ સિંહ પણ લાંબો સમય ટકી શક્્યા નહીં. બાંગ્લાદેશના બોલરોએ સતત વિકેટ લઈને ભારત પર દબાણ વધાર્યું. રોબિન ઉથપ્પા અને યુસુફ પઠાણની વિકેટ પડી ત્યાં સુધી ભારત ૫૫ રન સુધી પણ પહોંચ્યું ન હતું.ઋષિ ધવને ૧૮ બોલમાં ૨૪ રન બનાવીને વાપસીની આશા જગાવી, પરંતુ ઇનામુલ હક જુનિયરે તેની વિકેટ લઈને ભારતને બીજા ફટકો આપ્યો.
ઇનામુલએ તેના સ્પિનથી ભારતીય બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા નહીં. તેણે ત્રણ ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ચાર વિકેટ લીધી અને મેચનો સૌથી અસરકારક બોલર સાબિત થયો. ઇરફાન પઠાણે ૪૧ બોલમાં ૨૪ રન બનાવ્યા, જ્યારે પવન નેગીએ છેલ્લી ઓવરોમાં ૨૬ રનની અણનમ ઇનિંગ રમીને મેચને રોમાંચક બનાવી દીધી. પિયુષ ચાવલાએ પણ તેમને સાથ આપ્યો, પરંતુ ભારત લક્ષ્યથી ત્રણ રન પાછળ રહી ગયું.