બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્‌સે બાંગ્લાદેશની ભૂતપૂર્વ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમને આતંકવાદી અને હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા

બાંગ્લાદેશની ભૂતપૂર્વ વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ન્યૂ યોર્ક એરપોર્ટ પર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્‌સે તેમને આતંકવાદી કહ્યા અને પાછા ફરવા કહ્યું. ઇમિગ્રન્ટ્‌સે તેમને હજારો લોકોના મૃત્યુ માટે પણ દોષી ઠેરવ્યા.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિઓમાં, મુહમ્મદ યુનુસને વ્હીલચેરમાં બેઠેલા, એક માણસ દ્વારા ઉઠાવવામાં આવતા દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન, કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને બૂમો પાડવા લાગ્યા. વીડિયોમાં એક માણસનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે, જે મોહમ્મદ યુનુસને આતંકવાદી કહે છે. તેણે કહ્યું, “તું આતંકવાદી છે. તું અહીં કેમ આવ્યો? પાછો જા.”

તેમણે આરોપ લગાવ્યો કે યુનુસે બાંગ્લાદેશમાં હજારો લોકોની હત્યાનું આયોજન કર્યું હતું, પોલીસકર્મીઓના મૃત્યુ માટે જવાબદાર હતો, લગભગ ૨૦૦,૦૦૦ લોકોની ધરપકડ કરી હતી અને લોકશાહીનો નાશ કર્યો હતો. કેટલાક લોકોએ “પાછા જાઓ!” ના નારા પણ લગાવ્યા હતા, સુરક્ષા કારણોસર, તેમને તાત્કાલિક એરપોર્ટની બહાર લઈ જવામાં આવ્યા હતા. જા કે, યુનુસ અને તેમના પ્રતિનિધિઓએ હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.અહેવાલ મુજબ, આ ઘટના સોમવારે બની હતી.

યુનુસ વચગાળાની સરકાર છોડ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા પર હતા. કેટલાક અહેવાલોમાં આરોપીઓને અવામી લીગ સાથે સંકળાયેલા નેતાઓ તરીકે ઓળખવામાં આવ્યા છે, જેમની પ્રવૃત્તિઓ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત છે, જાકે તેમની ઓળખ હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.જાકે, યુનુસ આ સમયગાળા દરમિયાન શાંત રહ્યા. વ્હીલચેરમાં બેસીને, તેમણે આગળ વધવાનું ચાલુ રાખ્યું જ્યારે તેમના આરોપીઓ તેમનો પીછો કરતા હતા. આ ઘટના બાંગ્લાદેશની વર્તમાન રાજકીય પરિÂસ્થતિ અને યુનુસના કાર્યકાળ અંગે વિદેશી સમુદાયમાં ફેલાયેલા અસંતોષને પ્રતિબિંબિત કરે છે.

એ નોંધવું જાઈએ કે બાંગ્લાદેશની એક અદાલતે અગાઉ મુહમ્મદ યુનુસ અને ૧૩ અન્ય લોકો પર ૨૦ લાખ યુએસ ડોલરથી વધુના ઉચાપતના કેસમાં આરોપ મૂક્્યો હતો. ગરીબ લોકો, ખાસ કરીને મહિલાઓને મદદ કરવા માટે સૂક્ષ્મ ધિરાણ શરૂ કરવા બદલ ૨૦૦૬માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત યુનુસે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ તેમને અને તેમના સહયોગીઓને “પજવી રહ્યા હતા”. તેમણે કોઈપણ ભ્રષ્ટાચારમાં સંડોવણીનો પણ ઇનકાર કર્યો હતો.ખીચોખીચ ભરેલી કોર્ટ સમક્ષ, ખાસ ન્યાયાધીશ સૈયદ અરાફત હુસૈને યુનુસના બિન-લાભકારી ગ્રામીણ ટેલિકોમ સામેના આરોપો રદ કરવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી. ફરિયાદ પક્ષે યુનુસ અને અન્ય લોકો પર ગ્રામીણ ટેલિકોમના કામદાર કલ્યાણ ભંડોળમાંથી આશરે ૨૦ લાખ યુએસ ડોલરની ઉચાપત કરવાનો આરોપ મુક્યો હતો.બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના કાર્યકાળ દરમિયાન, કટ્ટરવાદી દળોએ ભારત વિરુદ્ધ નફરત ફેલાવીને વારંવાર હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. હિન્દુ ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા અને મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના કોક્સ બજારમાં, હજારો તોફાનીઓના ટોળાએ એક હિન્દુ વસાહત પર હુમલો કર્યો અને એક મંદિરને બાળી નાખ્યું.