
ધી આરાધના બચત સહકારી મંડળી લી.ની શાહીબાગ શાખાનો પ્રારંભ તાવડીપુરા ટાટા એડવાન્સ મિલની ચાલી ખાતે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાહીબાગ શાખાના મેનેજર ભરતભાઇ પરમાર, વિનોબાભાવે નગર બ્રાંચના મેનેજર રોશની કૌર,ઓઢવના ડેપ્યુટી જનરલ મેનેજર નીતાબેન બેન્જામીનભાઇ પરમાર,સભાસદો,સભ્યો બ્રાંન્ચ મેનેજરો વગેરે હાજર રહ્યાં હતાં
આ પ્રસંગે ઉપસ્થતિ લોકોને સંબોધન કરતાં ભરતભાઇ પરમારે જણાવ્યું હતું કે ધી આરાધના બચત સહકારી મંડળી છેલ્લા ૩૨ વર્ષથી કાર્યકત છે આ મંડળી દ્વારા માસિક થાપણ બચત યોજના,દિકરો મારે કુળનો દિપક યોજના અને દિકરી મારી વ્હાલનો દરિયો યોજના સહિતથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં અનેક સભ્યો બન્યા છે.તેમણે આ યોજનાની વિસ્તૃત માહિત માહિતી આપવામાં આવી હતી
ડેપ્યુટી જનરલ મેનેજર નીતાબેન બેન્જામીનભાઇ પરમારે જણાવ્યું હતું કે ધી આરાધના બચત સહકારી મંડળી લી.ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ચેરમેનને પ્રાઇડ ઓફ ગુજરાત (ગુજરાતનું ગૌરવ)ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં આ મંડળીએ લોકોમાં વિશ્વાસ વ્યકત કર્યાે છે.