
શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે ચાંદણગઢ સ્થિત ખોડીયાર મંદિર ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રારંભે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં પાર્ટીના અગ્રણી નેતાઓ, વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો.

શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે ચાંદણગઢ સ્થિત ખોડીયાર મંદિર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ઘનશ્યામ ભાઈ ભરવાડ,જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, ભાજપ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, કિરણસિંહ બારીઆ, નગરપાલિકા પ્રમુખ શીતલબેન પરમાર, જીલ્લા ઉપપ્રમુખ મુકેશ ભાઈ પરમાર,તાલુકા કારોબારી અધ્યક્ષ ધરતીબેન પટેલ અને જીલ્લા મંત્રી કૈલાશબેન વાળંદ સહિતના અગ્રણીઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો વર્ચ્યુઅલ સંદેશ આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બંને નેતાઓએ ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ગુલાબના ફૂલોનો હાર પહેરાવી, સાલ ઓઢાડી અને તલવાર ભેટ આપીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શહેરા વિધાનસભા વિસ્તારમાંથી સંગઠનના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેતા સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ છવાયો હતો. ઉપસ્થિત સૌએ એકબીજાને ગળે મળીને નવું વર્ષ શુભદાયી નીવડે તેવી શુભકામનાઓની આપ-લે કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા સૌએ સહિયારો પ્રયાસ કર્યો હતો.
જેઠા ભાઈ આહીર ધારાસભ્ય શહેરા -પંચમહાલ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે નિવેદન…
કાર્યક્રમ દરમિયાન આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, “૨૦૨૭ની વિધાનસભા આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી જે કહેશે એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તરીકેની અમારી ફરજનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટીનો જે આદેશ હશે એ તમામ કાર્યકર્તા માનવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી જેને જ ઉમેદવાર બનાવશે એની સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહેશે.