ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીનુ બેંક ખાતું હેક કરીને સાયબર ગઠિયાઓએ ૯૯ હજારની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આ અંગે ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ મથકે ચાર અલગ અલગ બેંક ખાતાધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરાના વાવડી બુઝર્ગ ખાતે આવેલા બાપુનગરમાં જલારામ મંદિર પાસે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નરેન્દ્રસિંહ કાળુસિંહ રાઉલજી ગત તા.૧૭ ના રોજ બપોરે ૫ોતાના ધરે હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા સાયબર ગઠિયાઓએ નરેન્દ્રસિંહનુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનુ બેંક ખાતુ હેક કરી લીધુ હતુ. ત્યારબાદ આરોપીઓએ તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી જુદા જુદા ચાર બેંક ખાતાઓમાં કુલ ૯૯,૦૦૦/-ટ્રાન્સ્ફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનુ જણાતા નરેન્દ્રસિંહ રાઉલજીએ ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.