દેલોલ ખાતે વેજલપુર એકડા વિશા ખડાયતા સમાજ દ્વારા કોટ્યર્ક પ્રભુના ઉત્સવની ઉજવણી કરી વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો

દેલોલ ગામ સ્થિત ખડાયતા વાડી ખાતે આજ રોજ દેલોલ-વેજલપુર એકડા વિશા ખડાયતા પંચ દ્વારા સમાજના ઈષ્ટદેવ કોટ્યર્ક પ્રભુના ઉત્સવની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન અવસરે સમાજના સૌ વૈષ્ણવોએ એકત્રિત થઈ પોતાના ઈષ્ટદેવ કોટ્યર્ક પ્રભુનું સ્મરણ કર્યું હતું. નવા વર્ષના આગામી શુભ પ્રસંગોની મંગલમય શ‚આત થાય અને સમાજના દરેક કાર્યો કોઈપણ વિઘ્ન વિના નિર્વિઘ્ને પાર પડે તે માટે સૌએ પ્રભુના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

ઉજવણી બાદ ઉપસ્થિત સૌ વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દેલોલ-વેજલપુર એકડા વિશા ખડાયતા પંચ દ્વારા આયોજીત આ ધાર્મિક અને સામાજીક પ્રસંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને વૈષ્ણવોએ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.