પંચમહાલ જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાઈવે હોટલો અને રેસ્ટોરન્ટોમાં ચેકિંગ હાથ ધરી ૧૩ ખાદ્ય પદાર્થોના નમુના મેળવ્યા

પંચમહાલ જિલ્લાના હાઈવે પરથી પસાર થતાં મુસાફરોને શુદ્ધ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી મળેલી સુચનાના આધારે તા.૨૧ ના રોજ સ્પેશિયલ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પંચમહાલ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફિસરોની ટીમોએ હાઈવે વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરેન્ટો અને આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટ પાર્લરોમાં સ્થળ પર પહોંચી ઓચિંતી તપાસ હાથ ધરી હતી. સ્વચ્છતાં અંગે તપાસ કરતા રસોડામાં ભોજન તૈયાર કરતા અને ગ્રાહકોને પીરસતા કર્મચારીઓ ફરજિયાત એપ્રોન અને હેન્ડ ગ્લોવઝ પહેરે છે કે નહિ તેની ચકાસણી કરાઈ હતી. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના યોગ્ય વર્ગીકરણ, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તેમજ રસોડાના એકદરે સ્વચ્છતાં પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયુ હતુ. કાફે બંધ કરાવ્યુ તે તપાસ દરમિયાન ગોધરા સ્થિત દર્શન કાફે પાસે જ‚રી ફુડ લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન હોવાનુ ધ્યાને આવતા કાફે બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઝુંબેશ હેઠળ વિવિધ એકમોમાંથી કુલ ૧૩ ખાદ્ય નમુના એકત્રિત કરીને પૃથકકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે અને મુસાફરોના આરોગ્યની સુરક્ષા માટે આ તપાસ ઝુંબેશ આગામી સમયમાં સતત ચાલુ રાખવામાં આવશે.