વિરપુરના સરદારપુરાના જોખમી વળાંક પાસે બાઈક વીજ થાંભલા સાથે અથડાઇ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામ નજીક આવેલા સરદારપુરા ગામના જોખમી વળાંક પાસે બાઈક વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાત અકસ્માત સર્જાયો હતો. બાઈકની ટકકર એટલી જોરદાર હતી કે, વીજ થાંભલો પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સરદારપુરા ગામના વળાંક પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકે અચાનક વાહન ૫રનો કાબુ ગુમાવતા બાઈક સીધું રસ્તાની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાયુ હતુ. જોરદાર ટકકરના કારણે વીજ થાંભલો ધરાશાઈ થતાં ધટના સ્થળે અફરાતફરી મચી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરદારપુરા પાસે આવેલો આ વળાંક જોખમી હોવાથી અવાર નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તેમ છતા માર્ગ પર વાહનચાલકોને અગાઉથી સાવચેત કરવા માટે સુચક બોર્ડ કે અન્ય સલામતીના પગલાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી સ્થાનિકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ સમક્ષ માંગ કરાઈ છે કે, સરદારપુરાના જોખમી વળાંકનુ તાત્કાલિક નિરીક્ષણ કરી જ‚રી સુધારણા કરવામાં આવે, વળાંક પહેલા સ્પષ્ટ ચેતવણીના બોર્ડ, રિફલેકટર અને સલામતીના સંકેતો મુકવામાં આવે. જેથી વાહનચાલકો સમયસર સાવચેત થઈ શકે તેવી માંગ ઉઠવા ૫ામી છે.