ઝાલોદના કદવાળમાં જુના ઝધડાનુ સમાધાન ન થતાં ૮૦ વર્ષિય વૃદ્ધ પર દાંતરડાથી હુમલો

ઝાલોદ તાલુકાના કદવાળ ગામના મોટા ફળિયામાં જુની તકરારના મામલે ૫ંચનામાં દરમિયાન સમાધાન નહિ થતાં વિવાદ વધુ વકર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ વિવાદમાં ૮૦ વર્ષિય વૃદ્ધને ચાર શખ્સોએ ધેરી લઈ ગાળો આપી હુમલો કર્યો હતો. એક શખ્સે દાતરડાથી છાતીના ભાગે ધા મારતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. એટલુ જ નહિ, ત્યારબાદ અન્ય શખ્સોએ પણ પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે વૃદ્ધે ૯ લોકો સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઝાલોદ તાલુકાના કદવાળ ગામના મોટા ફળિયામાં રહેતા ૮૦ વર્ષિય વૃદ્ધ તેરસીંગભાઈ વિજાભાઈ ડામોર કામોળ અને ભેદી પરિવાર વચ્ચે અગાઉ થયેલી તકરારના મામલે પંચનામું રાખવામાં આવ્યુ હતુ. પરંતુ સમાધાન ન થતાં બંને પક્ષના લોકો છુટા પડ્યા હતા. બપોરે વૃદ્ધ ધરે હાજર હતા ત્યારે તેરસીંગભાઈ, ધર્મેશભાઈ, જવસીંગભાઈ અને અમરસીંગભાઈ ડામોરે તેમને ગાળો આપી ઉશ્કેરાટમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન જવસીંગભાઈએ દાતરડાથી છાતીના ભાગે ધા માર્યો હતો. જયારે અન્ય ત્રણ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતાં પરિવારજનોએ દોડી આવી વૃદ્ધને છોડાવ્યા હતા. બાદમાં અન્ય પાંચ શખ્સોએ પણ પરિવારને ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે કદવાળ સરકારી દવાખાનામાં આવ્યા હતા. આ બાબતે ઝાલોદ પોલીસ મથકે ૯ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.