અમદાવાદમાં અભ્યાસ કરતા સંતરામપુરના મચ્છી બજારના યુવકનું શંકાસ્પદ મોતથી શોકની લાગણી

પુત્રના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા કુવૈત ખાતે રોજગારી અર્થે હતા; ઘટનાની જાણ થતાં જ વતન દોડી આવ્યા, યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ અકબંધ.

મહીસાગર જીલ્લાના સંતરામપુર શહેરના મચ્છી બજાર વિસ્તાર માંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં રહેતા પંચાલ પરિવારના યુવાન પુત્ર ધોનિતકુમાર મનોજકુમાર પંચાલનું અમદાવાદ શહેરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવારજનો, સગા-સંબંધીઓ, પાડોશીઓ તેમજ સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુરના મચ્છી બજાર વિસ્તારમાં રહેતા મનોજકુમાર પંચાલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અને પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કુવૈત દેશમાં રોજગારી અર્થે ગયા હતા. દરમિયાન તેમના પુત્ર ધોનિતકુમારે લુણાવાડા ખાતે ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ શહેરની એક કોલેજમાં થોડા મહિના અગાઉ પ્રવેશ મેળવ્યો હતો. પરિવારને પુત્ર પાસેથી ઘણી આશાઓ હતી અને તે આગળ અભ્યાસ કરીને જીવનમાં પ્રગતિ કરે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી હતી.

પરંતુ તારીખ ૨૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ પરિવારજનોને અમદાવાદની કોલેજમાં ધોનિતકુમાર ઊંચાઈ પરથી નીચે પડી જતાં ગંભીર ઘટના બની હોવાની અને આત્મહત્યાની આશંકા વ્યક્ત કરતી માહિતી મળી હતી. આ સમાચાર મળતાં જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. ખાસ કરીને પુત્રથી દૂર કુવૈત દેશમાં રહેલા પિતા મનોજકુમાર પંચાલને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાનું કામકાજ છોડીને આંસુભરી આંખો સાથે વતન સંતરામપુર દોડી આવ્યા હતા.

બીજી તરફ, અમદાવાદ ખાતે જ‚રી કાર્યવાહી અને વિધિ પૂર્ણ થયા બાદ યુવકનો મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે સંતરામપુરના મચ્છી બજાર વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. પુત્રનો મૃતદેહ ઘરે પહોંચતાં જ પરિવારજનો હૈયાફાટ ‚દન કરવા લાગ્યા હતા. માતા-પિતા અને પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો હતો. સગા-સંબંધીઓ અને આસપાસના રહીશો પણ પરિવારને સાંત્વના આપવા ઉમટી પડ્યા હતા.

યુવાન ધોનિતકુમાર પંચાલનું મોત કયા સંજોગોમાં થયું, આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, તેમજ તેની પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે હાલ કોઈ સત્તાવાર અને સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આથી ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ બહાર આવી શકશે.

નાની ઉંમરે પરિવારના આશાસ્પદ પુત્રનું આ રીતે અચાનક અવસાન થતાં સંતરામપુરના મચ્છી બજાર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવાર માટે આ દુ:ખની ઘડીમાં સમગ્ર સમાજ અને વિસ્તારના લોકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છર