નસવાડીમાં મધ્ય ગુજરાત વીજ કં૫નીની અંડર ગ્રાઉન્ડકેબલ નાખવાની કામગીરી અધુરી

નસવાડીમાં MGVCLની અંડર ગ્રાઉન્ડ કેબલ કામગીરી છેલ્લા ચાર મહિનાથી ટલ્લે ચડી છે. કેબલ પાઈપ જમીનમાં નખાઈ ગયા છે, પરંતુ કેબલની કામગીરી બાકી રહેતા કેબલ જ્યાં ત્યાં પડ્યા છે.નસવાડી ટાઉન વિસ્તાર મા લાખ્ખો રૂપિયા ના ખર્ચે કેબલ નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ હવે કામગીરી અધૂરી પડી રહી છે.

નસવાડી ટાઉન સહિત આજુબાજુના ગામમાં વીજપોલ વગર અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈનની કામગીરી થોડા મહિના પહેલા શ‚ કરાઈ હતી. જેમાં જમીન અંદર કેબલ પાઇપ લાઈનની કામગીરી કરાઈ હતી.

ત્યારબાદ પાઇપ અંદર કેબલ નાખવાની કામગીરી બાકી રહી હોય જે કામગીરી આજદિન સુધી કરાઈ નથી. નસવાડી પેટ્રોલ પંપથી લઈ કવાંટ રોડ સુધી ખુલ્લામાં કેબલ વાયરો આમતેમ ધૂળમાં પડી રહ્યા છે. મોંઘા કેબલ આમ તેમ ખુલ્લામાં છેલ્લા કેટલાય મહિનાથી પડ્યા રહેતા કેબલને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. લાખો ‚પિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનો અંદાજ છે. પરંતુ જે તે કામગીરી કરનારી એજન્સી હાલ કામગીરી કરતી નથી.

ચાર મહિનાથી કામ અટકી પડ્યું છે. જેના કારણે રસ્તા પર ખોદકામ કરેલી જગ્યાએ પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો અંડર ગ્રાઉન્ડ કેબલની સુવિધા થઈ ગઈ હોત તો ખુલ્લા વીજ વાયરોથી ગ્રામજનોને છુટકારો મળતો. વારંવાર વીજ વાયર તૂટવાની, શોર્ટ સર્કિટની ઘટનાઓથી પણ બચી શકાત.

પરંતુ કામગીરી અધૂરી રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ માંગ કરી છે કે, MGVCL દ્વારા તાત્કાલિક અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે અને ખુલ્લામાં પડેલા કેબલને સુરક્ષિત કરવામાં આવે. નહીં તો આ કેબલ ચોરી થવાની કે નુકસાન થવાની શક્યતા છે. નસવાડીમાં MGVCLની અંડર ગ્રાઉન્ડ કેબલ કામગીરી ચાર મહિનાથી ટલ્લે ચડી છે.

કેબલ ચોરાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરો અન્ડર ગ્રાઉન્ડ પાઇપ નાખ્યા એમા પાણી લાઈનો તૂટી અન્ય સમસ્યાઓ આવી હતી. છતાંય ગ્રામજનોને એમ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નખાશે એટલે સા‚ થશે. હવે કામગીરી ટલ્લે ચડી છે. કેબલ વાયરો આમ તેમ પડ્યા છે. આ વાયરો મોંઘા હોઇ ચોરીની શક્યતા છે. અધૂરી કામગીરી પૂર્ણ કરો.