પુરપાટ દોડી આવતી મહિન્દ્રા ફોરવીલ ગાડીના ચાલકે ગોવિંદ ગુ લીમડી તાલુકાના પાવડી ગામે – કોરિડોર રોડ પર અચાનક ગાડીની બ્રેક મારતા ગાડી રોડ પર બે ત્રણ પલટી ખાઈ જતા ગાડીના ૧૮ વર્ષીય ચાલકને ગંભીર ઈજાઓ થતા -તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના બાસવાડા જીલ્લાના સજનગઢ તાલુકાના બીલડી ગામના ૧૮ વર્ષીય અલ્કેશ હુકા વડખીયા ગઈકાલે સવારમાં સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાના કબજાની જીજે-૦૧-આરવાય-૯૪૧૦ નંબરની મહિન્દ્રા ફોરવીલ ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લઈ આવી પાવડી ગામે કોરિડોર રોડ પર અચાનક ગાડીને બ્રેક મારતા ગાડી કોરિડોર રોડ પર બે ત્રણ પલટી ખાઈ ગઈ હતી. જેથી ગાડીના અલ્કેશ હુકા વડખીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત ફોરવીલ ગાડી ના ચાલક અલ્કેશ વડખીયાને ૧૦૮ મારફતે સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે રાજસ્થાન બાસવાડા જીલ્લાના બાગીદોરા તાલુકાના ઢેબરી ગામના હરદાર કાલુ બામણીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.