દાહોદ જીલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરાશે

તા. ૦૪ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન જીલ્લાના નવ તાલુકામાં સર્વે અભિયાન યોજાશે,

શિક્ષણનોઅધિકાર સમગ્ર શિક્ષા સૌ ભણે, સૌ આગળ વધે.

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના તમામ (વિશિષ્ટ જ‚રિયાત ધરાવતા ૧ ઈવશહમયિક્ષ ૂશવિં જાયભશફહ ગયયમ) બાળકો સહિતના) બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, ઓપન સ્કૂલિંગ મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુન:વસનની કામગીરી કરવામાં આવે છે.

દાહોદ જીલ્લામાં સમગ્ર શિક્ષા હેઠળજીલ્લાના ૯ (નવ) તાલુકામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો માટે શાળા કક્ષાએ ૦૪ ડિસેમ્બર-૨૦૨૬ થી ૧૦ ડિસેમ્બર-૨૦૨૬ થી સર્વે હાથ ધરવામાં આવનાર છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૯-૨૭ના વર્ષ માટે કદી શાળામાં ન ગયેલા તેમજ કોઈ કારણસર અભ્યાસ છોડી દીધેલા (ડ્રોપ આઉટ અને અનટ્રેક) બાળકોને શોધી તેમના વાલીને સમજાવી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કચેરીના માર્ગદર્શન હેઠળ ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના (ડ્રોપ આઉટ અને અનટ્રેક) ( વિશિષ્ટ જ‚રિયાત ધરાવતા બાળકો સહિતના) તમામ બાળકો માટે દાહોદ જીલ્લામાં સર્વે અભિયાન તા. ૦૪ ડિસેમ્બર -૨૦૨૬ થી ૧૦ ડિસેમ્બર-૨૦૨૬ સુધી શાળા કક્ષાએ હાથ ધરવામાં આવનાર છે.

દાહોદ જીલ્લા સમગ્ર શિક્ષા વિભાગ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ ૯ (નવ) તાલુકામાં બી.આર.સી.ભવન થી ક્લસ્ટર કક્ષાએ તેમજ શાળા વિસ્તારમાં શાળાના શિક્ષકો એસ.એમ.સી./એસએમડીસી સભ્યો.આંગણવાડી મંડળની કાર્યકર, સખી બહેનો, આશા વર્કર તેમજ શિક્ષણ સહાયકો, બાલમિત્ર દ્વારા માનવ વસાહતની મુલાકાત લઈ આ સર્વે કામગીરી કરવામાં આવશે. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન.એક્ટ-૨૦૦૯ ની જોગવાઈ અનુસાર ૬ થી ૧૮ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનો અધિકાર છે,જે બાળકો કદી શાળાએ ગયેલ નથી અથવા અધ્ધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા તમામ (ડ્રોપ આઉટ અને અનટ્રેક) ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકોને નજીકની શાળામાં વયકક્ષા મુજબ શિક્ષણ મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આવા બાળકો માટે ૯ (નવ) તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવશે. તો આપના ફળિયા આસપાસના વિસ્તારમાં કે અન્ય શિક્ષણથી વંચિત એકપણ બાળક ન રહે તે માટે જાહેર જનતાને સહયોગ આપવા અપીલ વિસ્તાર માંથી શાળાએ ન જતા તેમજ અધ્ધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો મળી આવે તો આપની નજીકની પ્રાથમિક શાળા અથવા ક્લસ્ટર, તાલુકાના બી.આર.સી ભવન પર જાણ કરી શિક્ષણના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા આપણે સૌ સાથે મળી ૬ થી ૧૮ વયજૂથનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ફરીથી શૈક્ષણિક કાર્યમાં જોતરાય તે માટે આપના સહકારની અપેક્ષા સહ જીલ્લાની તમામ જાહેર જનતાને જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દાહોદ તરફથી અનુરોધ(અપીલ) કરવામાં આવે.