પાસા વોરંટના નાસતા ફરતા આરોપીને ઈન્દોરથી ઝડપી વેજલપુર પોલીસને સોંપતી પંચમહાલ LCB

પંચમહાલ જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા (PASA) વોરંટના નાસતા ફરતા એક આરોપીને મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીનું નામ અનિલકુમાર મુકેશભાઇ ઉર્ફે મંગાલાલ જસવાણી છે. તે વેજલપુર, કે.કે. હાઈસ્કૂલ સામે, સિંધી બજાર, તા. કાલોલ, જી. પંચમહાલનો રહેવાસી છે.

પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અનિલકુમાર જસવાણી વિ‚દ્ધ પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. LCB ગોધરાના PSI ડી.એન. પરમાર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ દ્વારા મેળવેલી ચોક્કસ માહિતીના આધારે મધ્યપ્રદેશના ઈન્દોરથી આરોપીને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને વેજલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.

આ સમગ્ર ઓપરેશનમાં LCB ગોધરા અને વેજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.