ગોધરા તાલુકાના ધોળાકુવા સ્થિત પાલનપુર ફળિયામાં બાયપાસ રોડના પાસ થયેલા રૂ.૯૧ લાખની રકમની માંગણી મામલે વૃદ્ધાના ધરે ચાર ઈસમો ધસી આવી મોટરની તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરાના ધોળાકુવા પાલનપુર ફળિયામાં રહેતા ૬૦ વર્ષિય નંદાબેન રૂપાભાઈ ભુરીયાના ખેતરમાંથી આશરે દોઢ-બે મહિના અગાઉ બાયપાસ રોડ નીકળ્યો હતો. જેના વળતર પેટે પાસ થયેલા રૂ.૯૧ લાખના તેમના દિયરના દિકરા ગોપાલ શંકર ભુરીયાના બેંક ખાતામાં જમાં થય હતા. નંદાબેન અવાર નવાર ગોપાલ પાસે પેૈસાની માંગણી કરતા હોવા છતાં પૈસા આપતા નહોતા.અને ધમકીઓ આપતા હતા. ગત તા.૧૯ નવેમ્બરના રોજ સવારે નંદાબેન પોતાના ધરે ગાયોને પાણી પીવડાવી રહ્યા હતા. ત્યારે તેમના ભત્રીજા જયંતિશંકર ભુરીયા, દિલીપ શંકર ભુરીયા, કમલેશ શંકર ભુરીયા અને ગોપાલ શંકર ભુરીયા અચાનક આવીને પાણીની મોટરોના વાયરો અને સ્ટાર્ટર તોડી નાંખી અંદાજે .૪ હજારનુ નુકસાન કર્યુ હતુ. નંદાબેનના દોહિત્ર જીતુ મગનભાઈ બારીયાને માર માર્યો હતો. નંદાબેને પોતાના પિયાની માંગણી કરતા ચારેય આરોપીઓએ અપશબ્દો બોલી હવે પછી પિયા માંગશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બાબતે ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.