સંતરામપુરમાં વરસાદની અછત અને ડાંગરના પાકને થયેલા નુકસાનની અસર સંતરામપુર તાલુકામાં સરકારી ડાંગર ખરીદી માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશનના આંકડા પર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સરકારી ખરીદી માટે નોંધણી કરાવનારા ખેડુતોની સંખ્યામાં ૧૧૩ નો ધટાડો નોંધાયો છે.
સંતરામપુરના સરકારી અનાજ ગોડાઉન ખાતે ડાંગરની સરકારી ખરીદી માટે ખેડુતોના ઓનલાઈન રજીસ્ટ્રેશનના આંકડા મુજબ વર્ષ-૨૦૨૫/૨૬ માં કુલ ૧,૨૪૬ ખેડુતો નોંધાયા હતા. જયારે વર્ષ-૨૦૨૬/૨૭ માં આ સંખ્યા ધટીને ૧,૧૧૩ થઈ છે. આમ એક જ વર્ષમાં ૧૧૩ ખેડુતોની નોંધણી ઓછી થતાં ખેતીની પરિસ્થિતિ પર ઓછા વરસાદની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે વરસાદનુ પ્રમાણ ઓછુ રહેતા ડાંગરના પાકને પુરતુ પાણી મળ્યુ ન હતુ. જેના કાણે અનેક ખેડુતોનો પાક નિષ્ફળ જવાની તેમજ ઉત્પાદન ધટવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ડાંગરના પાકમાં નુકસાન થતાં સરકારી ખરીદી માટે નોંધણી કરાવનારા ખેડુતોની સંખ્યામાં પણ ધટાડો જોવા મળ્યો હોવાનુ સામે આવ્યુ છે.