
ગોપી ભજન મંડળ દ્વારા ભવ્ય વરઘોડો કાઢી પરંપરાગત રીતિ-રિવાજ મુજબ તુલસી વિવાહની ઉજવણી કરાઈ.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાના વિવાહ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ગોપી ભજન મંડળ દ્વારા આયોજીત આ ધાર્મિક પ્રસંગમાં ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગોપી ભજન મંડળ દ્વારા ડીજે ના તાલે શાલિગ્રામ ભગવાનનો વાંચતી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
પૌરાણિક કથા અનુસાર તુલસી માતા પૂર્વ જન્મ વૃંદા હતા. તેમની ભક્તિ અને પવિત્રતાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને તુલસી સ્વપે ઉજનીય બનવાનું વરદાન આપ્યું હતું ત્યારથી ભગવાન શાલીગ્રામ અને માતા તુલસી ના વિવાહની શું કરે શ થઈ હોવાનું માનવામાં આવે છે.
ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ હિન્દુ ધાર્મિક પરંપરા અને રીતિ-રિવાજ મુજબ શાલિગ્રામ ભગવાન તથા તુલસી માતાના વિવાહની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
વિવાહ પ્રસંગે વરપક્ષ તરફથી મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ, કલાવતીબેન તથા ક્ધયા પક્ષ ના હાર્દિકકુમાર અનિલભાઈ પટેલ તથા કિંજલબેન હાર્દિકભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.આ ધાર્મિક આયોજનથી દોલતપોરડા ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. તુલસી વિવાહના પાવન પ્રસંગે ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ સાથે દરેક ગ્રામજનોએ ભોજનનું પણ આયોજન કર્યું હતું.