શહેરા અને મોરવા હડફ સહિત સમગ્ર જીલ્લામાં ગુલાબી ઠંડીની દસ્તક સાથે જ લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરે પડ્યા

શહેરા અને મોરવા હડફ સહિત સમગ્ર જીલ્લામાં શિયાળાની ઠંડીનો ચમકારો શરૂ થવાની સાથે જ બજારો અને હાઇવે માર્ગ પર ગરમ વસ્ત્રોની દુકાનો ધમધમી ઉઠી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ભાવમાં થોડો વધારો હોવા છતાં, મોંઘવારીને બાજુમાં મૂકીને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો જેકેટ, સ્વેટર અને શાલ સહિતના ગરમ કપડાંની ખરીદી માટે ઉમટી રહ્યા છે.

શહેરા અને મોરવા હડફ સહિત જીલ્લામાં શિયાળાની ઠંડીનો ચમકારો શરૂ થતાં મુખ્ય બજાર વિસ્તારો ઉપરાંત હાઇવે માર્ગની આસપાસ હંગામી અને કાયમી ધોરણે ગરમ વસ્ત્રોના સ્ટોલ તથા દુકાનો શરૂ થઈ ગયા છે. વહેલી સવારે કામ અર્થે જતા લોકો તેમજ રાત્રે બહાર નીકળતા નાગરિકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્યા હતા.ગત વર્ષની સરખામણીએ આ વખતે ગરમ વસ્ત્રોના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ઠંડીના વધતા જોર સામે લોકોએ મોંઘવારીને બાજુમાં મૂકીને ખરીદી શ‚ કરી દીધી છે. બજારમાં સામાન્ય વર્ગ હોય કે મધ્યમ વર્ગ, તમામ લોકો પરિવાર સાથે આવીને જ‚રિયાત મુજબના ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.બજારમાં જેકેટ, સ્વેટર, મફલર, ગરમ મોજા, ટોપી અને શાલ સહિતની વિવિધ વેરાયટીઓની માંગ વધી છે. હવામાનના બદલાવ અને ઠંડીના વર્તારા મુજબ આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધુ વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે, જેના કારણે લોકો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.

શિયાળાની ઠંડી ની શરૂઆત સાથે જ ગરમ વસ્ત્રોનું વેચાણ શરૂ થતા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં વેચાણ ટકાવી રાખવા માટે ઘણા દુકાનદારો ઓછો નફો લઈને પણ ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને પણ થોડી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં જેમ-જેમ ઠંડીનો પારો વધુ ગગડશે તેમ-તેમ ગરમ વસ્ત્રોના બજારમાં હજુ વધુ તેજી આવશે તેવી વેપારીઓને આશા છે.