બોડેલીના વાગવા અને મોતીપુરા ગામે દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા

બોડેલી તાલુકાના વાગવા અને મોતીપુરા ગામે દીપડાના હુમલા બાદ વન વિભાગે તેને પકડવા બે પાંજરા મૂક્યાં છે. વન વિભાગની ટીમ દીપડાની હિલચાલ પર નજર રાખી રહી છે.બે દિવસ પહેલાં વાગવા ગામના ફળિયામાં દીપડાએ ૨૦ વર્ષીય મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાને ગંભીર ઇજાઓ થતાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હુમલા બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. દીપડાને પકડવા માટે વન વિભાગે વાગવા સહિત અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરા ગોઠવ્યાં છે.વન વિભાગની ટીમ દીપડાની હિલચાલ પર નજર રાખી રહી છે. પાંજરામાં દીપડો ફસાય તેની રાહ જોવાઈ રહી છે.