
ગોધરા બસ સ્ટેન્ડ પર પંચમહાલ જીલ્લા જઘૠ પોલીસની ટીમે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. મુસાફરોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમનો હેતુ નશાના નુકસાન વિશે લોકોને સમજાવવાનો અને સમાજને નશામુક્ત બનાવવાનો હતો. પોલીસની ટીમે નશીલા પદાર્થોના સેવનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે માહિતી આપી હતી.

નશાના કારણે પરિવાર અને સામાજીક જીવન પર થતી નકારાત્મક અસરો વિશે પણ મુસાફરોને સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનોને નશાની લતથી દૂર રહી ભવિષ્ય તરફ આગળ વધવા અપીલ કરાઈ હતી.
નશાનું સેવન વ્યક્તિની સાથે પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે, એવો સંદેશ પોલીસની ટીમે આપ્યો હતો. નશામુક્ત સમાજ બનાવવા દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેમ પણ જણાવાયું હતું.