સંતરામપુર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ‘જોહાર કેફે’નું લોકાર્પણ

મિશન મંગલમની બહેનોના સહયોગથી શરૂ થયેલા કેફેમાં રાહત દરે ચા-નાસ્તો અને સિઝન મુજબના દેશી વ્યંજનો મળશે; સ્થાનિક મહિલાઓને રોજગારીની નવી તક

સંતરામપુર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અને પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા પ્રેરિત તથા મિશન મંગલમની બહેનોના સહયોગથી તૈયાર કરાયેલા ‘જોહાર કેફે’નું આજરોજ મામલતદાર કચેરી સંકુલ ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નાગરિકો અને કર્મચારીઓને કેમ્પસમાં જ ઘર જેવું શુદ્ધ ભોજન:મામલતદાર કચેરી ખાતે સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો તેમજ કચેરીના સ્ટાફ કર્મચારીઓને હવે ચા-નાસ્તા કે જમવા માટે બહાર જવાની કે બહારથી ઓર્ડર કરવાની જરૂર રહેશે નહીં. કેમ્પસમાં જ રાહત દરે શુદ્ધ, સાત્વિક અને ઘર જેવો નાસ્તો તથા ભોજન ઉપલબ્ધ બનશે.

દેશી સ્વાદ અને મહિલા સશક્તિકરણનો સંગમ: ‘જોહાર કેફે’ની ખાસિયત એ છે કે અહીં દરેક ઋતુ (સિઝન) મુજબ શુદ્ધ દેશી વાનગીઓ પીરસવામાં આવશે, જેમાં ખાસ કરીને ગામડાનું તાજું શાકભાજી, મકાઈના રોટલા, બાજરીના રોટલા સહિતના પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણવા મળશે. આ પહેલથી મિશન મંગલમની સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનવા માટે રોજગારીનું એક ઉત્તમ માધ્યમ પણ પ્રાપ્ત થયું છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટરઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકાર (TDO) સહિત પક્ષના હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જોહાર કેફે – સ્વાગત, સેવા અને દેશી સ્વાદનો અનોખો સંગમ! એક કપમાં તાજગી, એક કપની ચુસ્કીમાં ખુશી!આજરોજ સંતરામપુર મામલતદાર કચેરી કેમ્પસ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ તથા પ્રયોજના વહીવટદારની કચેરી દ્વારા પ્રેરિત ‘જોહાર કેફે’નું ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

‘જોહાર કેફે’ની ખાસ વિશેષતાઓ:રાહત દરે સુવિધા: કચેરીમાં આવતા નાગરિકો અને સ્ટાફ કર્મચારીઓને કેમ્પસમાં જ શુદ્ધ ચા, નાસ્તો અને જમવાની ઉત્તમ વ્યવસ્થા.શુદ્ધ દેશી વ્યંજનો: દરેક સિઝન મુજબ ગામડાનું તાજું શાકભાજી, મકાઈના રોટલા, બાજરીના રોટલા અને પરંપરાગત વાનગીઓનો અસલ સ્વાદ.

 મહિલા રોજગારી: મિશન મંગલમની બહેનોના સહયોગથી સંચાલિત આ કેફે દ્વારા સ્થાનિક બહેનોને આત્મનિર્ભર બનવાની નવી તક.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ, કોર્પોરેટરઓ, મામલતદા, તાલુકા પંચાયત વિકાસ અધિકારીતેમજ પક્ષના હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.