
મહિલા સશક્તિકરણ અને સખી મંડળની બહેનોના આર્થિક સ્વાવલંબનને વેગ આપતી એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, કાલોલ અને વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે ‘ગ્રામ હાટ ગુજરાતલાઇવલીહૂડ’ હેઠળ નવનિર્મિત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલના માધ્યમથી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર થતી વિવિધ હસ્તકલાની કલાત્મક વસ્તુઓ અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની કલા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રોત્સાહન આપીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત સ્થળો પર આ સ્ટોલ શ થવાથી બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સીધું અને યોગ્ય બજાર મળી રહેશે, જેનાથી તેમની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.આ લોકાર્પણ સમારોહમાજયપાલસિંહ રાઠોડ (પ્રમુખ, કાલોલ તાલુકા), મહિદીપસિંહ ગોહિલ (પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, કાલોલ તાલુકા), વિરેન્દ્રસિંહ પરમાર (મહામંત્રી), નરેન્દ્રભાઈ ગોહિલ (મહામંત્રી) તેમજ મોટી સંખ્યામાં પક્ષના ઉત્સાહી કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સખી મંડળની બહેનોની મહેનત અને કૌશલ્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે મહિલા સશક્તિકરણ, સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર અને પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સ્ટોલના પ્રારંભથી કાલોલ અને વેજલપુર વિસ્તારની બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.