
સાડા ત્રણ વર્ષની ઉંમરે હાથમાં પકડેલું ટેનિસનું રેકેટ આજે ૧૫ વર્ષની ઉંમરે તેને આંતરરાષ્ટ્રીય ટેનિસના મંચ સુધી લઈ આવ્યું છે. જૂનાગઢની જેન્સી કાનાબારની આ સફર નાની ઉંમરમાં અસાધારણ રહી છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કરીને જેન્સીએ સાબિત કર્યું છે કે, પ્રતિભા કોઈ મેગાસિટીની મોહતાજ નથી. યોગ્ય તક અને સતત પરિશ્રમ મળે તો નાના શહેરમાંથી પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકાય છે. આજે જેન્સીની સિદ્ધિઓ જૂનાગઢને ગૌરવ અપાવી રહી છે. સાથે જ ટેનિસમાં ભારતની ઉભરતી ‘આશા’ બની છે.
જૂનાગઢ જેવા નાના શહેરમાંથી આવતી દીકરી અને માત્ર ૧૫ વર્ષની જેન્સીએ ટેનિસ કોર્ટ પર ઝંઝાવાત લાવ્યો છે. સાડા ત્રણ વર્ષની ઉંમરે જ હાથમાં ટેનિસનું રેકેટ પકડનાર જેન્સીએ પાછું વળીને જાયું નથી. વર્ષોની એકધારી મહેનત, પરિવારનો અતૂટ સહયોગ, રમત પ્રત્યે સમર્પણ, ટેનિસ કોર્ટમાં અદભુત ધૈર્ય અને કંઈક કરી બતાવવાની દ્રઢ સંકલ્પથી જેન્સીએ નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે.
જૂનાગઢ જેવા નાના શહેરમાંથી આવતી દીકરી અને માત્ર ૧૫ વર્ષની જેન્સીએ ટેનિસ કોર્ટ પર ઝંઝાવાત લાવ્યો છે. સાડા ત્રણ વર્ષની ઉંમરે જ હાથમાં ટેનિસનું રેકેટ પકડનાર જેન્સીએ પાછું વળીને જાયું નથી. વર્ષોની એકધારી મહેનત, પરિવારનો અતૂટ સહયોગ, રમત પ્રત્યે સમર્પણ, ટેનિસ કોર્ટમાં અદભુત ધૈર્ય અને કંઈક કરી બતાવવાની દ્રઢ સંકલ્પથી જેન્સીએ નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે.
જેન્સીએ જાન્યુઆરી-૨૦૨૬માં મેલબોર્ન ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન એલાઈટ અંડર-૧૪ ટ્રોફી જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની, મે-૨૦૨૬માં કજાકિસ્તાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જુનિયર બીલી જીન કિંગ કપમાં તમામ ૬ મેચમાં વિજય બની. આ પૂર્વે એપ્રિલ ૨૦૨૬માં પુણેમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણાતી ૈં્હ્લ-ઇન્ટરનેશનલ ફેડરેશનની ત્ન૩૦૦ સ્પર્ધામાં રનર્સઅપ રહી, સૌથી નાનીવયે અંડર-૧૪ વયજૂથમાં નેશનલ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ વગેરે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે.જુનિયર ટેનિસમાં એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ૪૬મો રેન્ક ધરાવતી જેન્સી લગભગ ટેનિસના ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ અને યુએસ ઓપન તથા વિમ્બલડન એમ ચારેય જુનિયર ગ્રાન્ડ સ્લેમ માટે ક્વોલીફાય થવું નક્કી છે. તેમ જણાવતા જેન્સીના પિતા અને કોચ તથા મેન્ટોર તરીકેની ભૂમિકા અદા કરતાં શ્રી દિપકભાઈ કહે છે કે, જેન્સીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ટેનિસમાં નાની ઉંમરમાં ખૂબ મોટી સફળતાઓ મેળવી છે. તેને વધુ આગળ વધારવા માટે હાલ સંપૂર્ણપણે પોતાના ગેમ પર ફોકસ કરી રહી છે. સતત પોતાની રમતનું સ્તર ઊંચું લઈ જવા માટે નિયમિતપણે ટેનિસ કોર્ટ પર ૭ કલાક પરસેવો વહાવી રહી છે.ઉલ્લેખનીય છે કે, જેન્સીને સફળ બનાવવા માટે તેના પિતા દિપકભાઈનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રમતના ક્ષેત્રમાં ખૂબ રુચિ ધરાવતા દિપકભાઈએ ટેનિસની લગભગ તમામ બારીકીઓ અને ટેકનીકનો અભ્યાસ કર્યો છે. તેના આધારે જેન્સીનું માર્ગદર્શન કરી રહ્યા છે.