પાવાગઢમાં આસો નવરાત્રીએ યાત્રાળુઓની સુરક્ષા માટે ૧૩૦૦ ઉપરાંત પોલીસનો બંદોબસ્ત

પાવાગઢમાં ૧૧થી ૨૦ ઓક્ટોબર સુધી આસો નવરાત્રી મહોત્સવ યોજાશે. લાખો ભક્તોની સુરક્ષા, હેલ્થ અને સુવિધા માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે.

નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલે જણાવ્યું કે, સુરક્ષા માટે ૧૩૦૦થી વધુ પોલીસ જવાનો અને જઉછઋની ખાસ ટીમ રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ૬૦ નાયબ મામલતદારો ચાર મુખ્ય જગ્યાએ ૨૪ કલાક કામ કરશે. ત્રણ કંટ્રોલ ‚મ પણ શ‚ કરાયા છે.

યાત્રાળુઓની આવ-જા સરળ બનાવવા તળેટીથી માચી સુધી દરરોજ ૬૦ જઝ બસો ચાલશે. આઠમ અને નોમના દિવસે ૧૫ વધારાની બસો સાથે કુલ ૭૫ બસો દોડાવવામાં આવશે.

મેડિકલ સેવા માટે ૬૦ સભ્યોની ટીમ ૨૪ કલાક તૈયાર રહેશે. દરરોજ એક લાખ શ્રદ્ધાળુઓને ચોખ્ખું પાણી મળશે. સફાઈ માટે ૨૩૦ કર્મચારીઓ કામ કરશે અને રાત્રે પૂરતી લાઈટની વ્યવસ્થા છે. વહીવટી તંત્રએ ભક્તોને પાવાગઢમાં પ્લાસ્ટિક, ગંદકી અને પાન-મસાલાના પડીકાંનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.