બાહી ગામના તળાવમાં એક યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ધટનાની જાણ બાહી ગામના સરપંચને કરી હતી. જેમણે શહેરા પોલીસને જાણ કરી હતી. શહેરા પોલીસે ગ્રામજનોની મદદથી તળાવમાંથી યુવકના મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને પી.એમ.અર્થે શહેરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવકની ઓળખ શહેરા તાલુકાના તાડવા ગામના પટેલિયા ફળિયામાં રહેતા નારણભાઈ જવરાભાઈ પટેલિયા તરીકે થઈ હતી. મૃતક યુવક બે સંતાનોના પિતા હોવાનુ સામે આવ્યુ હતુ.