
પાણી પુરવઠા ચેરમેન વહીવટી પ્રક્રિયા અટકાવવા પોલિટિકલ પાવરનો દૂરૂપયોગ કરતા હોવાનો ગંભીર આક્ષેપ
દાહોદ જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં જોઈએ તેટલો વરસાદ ન થતાં નદી-નાળાઓ છલકાયા નથી. દાહોદની જનતાને પીવાનું પાણી પૂરૂ પાડતા ડેમોમાં પણ જોઈએ તેટલું પાણી ભરાયું નથી. જેને પગલે દાહોદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે પાણીની સમસ્યાના યોગ્ય નિરકરણને મામલે સંયમતા ભર્યા વલણના બદલે દાહોદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન નું આપ ખુદશાહી વલણ ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે. જેને પગલે નગરજનોમાં પણ થોડી ઘણી નારાજગીની સાથે સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે ચોમાસુ નિષ્ફળ જતા એક તરફ મોંઘા પશુઓ માટે ચારાની અછત સર્જાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. નદી-નાળા છલકાયા નથી. ચોમાસુ પાક નિષ્ફળ જતા અને પાણીની તંગી સર્જાતા દુષ્કાળ જાહેર કરવાની પ્રબળ માંગ પણ જીલ્લામાં ઉઠવા પામી છે. ઉનાળુ પાક પણ સફળ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ક્યારે દાહોદ શહેરની પીવાનું પાણી પૂરૂ પાડતા પાટાડુંગરી જળાશય તથા કડાણા ડેમમાં પણ ઓછા વરસાદને કારણે પાણીના જરૂરી જથ્થાનો સંગ્રહ પણ થઈ શક્યો નથી. જેને કારણે આવનાર દિવસોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આમ પણ પાણી પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં દાહોદની જનતા પાણી ની સમસ્યા મફવજ્ઞમ સ્માર્ટ સિટી બન્યું. સ્માર્ટ સિટીમાં તે દરરોજ નિયમિત સમયસર પીવાનું પાણી મળવું જોઈએ તેમ છતાં પહેલેથી જ પીવાના પાણીનો પુરવઠો પૂરો ચોથી દિવસે નગરપાલિકા દ્વારા પાડવામાં આવે છે. અને તેમાંય વળી વચ્ચે વચ્ચે પાંચ દિવસે પાણી આપવામાં આવે છે. નિયમિત વેરો ભરવા છતાં નગરજનો પાણીની આ ગંભીર સમસ્યા પૂર્વ સત્તાધીશાની અણઆવડત યા કોઈ અન્ય કારણસર વર્ષોથી વેઠતા આવ્યા છે ત્યારે પાણીની સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે સંયમથી કામ લેવાના બદલે પાણી માટેનું કોઈ પણ નાનામાં નાનું કામ હશે તો પણ તેના માટે કાગળ પર લેખિતમાં આપવું પડશે તેવો મનસ્વી આદેશ આપ્યાનો ગંભીર આક્ષેપ.
દાહોદ નગર પાલીકાના મહિલા કાઉન્સિલર માસુમાબેન ગરબાડા વાલાએ મીડિયા સમક્ષ પાણીની સમસ્યા અંગેના પોતાના વક્તવ્યમાં કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો પાણીની લાઈન તૂટી હોય લીકેજ હોય પાણી ગંદુ આવતું હોય કે પાણીને મામલે કોઈ મોટો પ્રશ્ન ઉભો થયો હોય તો લેખિતમાં આપશો તો જ કામ થશે આ મામલે કર્મચારીઓ અને અધિકારીઓના હાથ બાંધી દેવામાં આવ્યા છે અને સૂચના આપવામાં આવી છે કે, પાણી પુરવઠાના ચેરમેનને પૂછ્યા વિના પાણીનું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં. આ પ્રકારના પાણી પુરવઠા ચેરમેનના વલણને કોંગ્રેસના મહિલા કાઉન્સિલર માસુમાબેન ગરબાડાવાલાએ તાનાશાહી ગણાવી છે. તેઓ પક્ષ દ્વારા બનાવેલા પાણી પુરવઠાના ચેરમેન છે,નહીં કે કોઈ સંવિધાનિક પદ પર બેઠેલા છે. પાણી પુરવઠા ચેરમેન વહીવટી પ્રક્રિયાને અટકાવવા માટે પોલિટિકલ પાવરનો દૂર ઉપયોગ કરે છે. જેથી પાણી પુરવઠા ચેરમેનને તેઓએ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને પાણીની સમસ્યાના નિકાલ માટે ટંકાર કર્યો હતો. આ મામલે પાણી પુરવઠા ચેરમેનનો મત જાણવા અમારા પ્રતિનિધિએ ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે પ્રયાસ સતત નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ આજે શનિવારે તેઓનો ટેલિફોનિક સંપર્ક થતા અને તેઓની પૃચ્છા કરતા તેઓએ ફોન પર જવાબ આપવાનુ ટાળી રૂબરૂ મળવાનું જણાવ્યું હતું. ત્યારે પાણી પુરવઠા ચેરમેન પાણીની સમસ્યાના નિરાકરણ માટે અંગત રસ દાખવી સતત પ્રયત્નશીલ રહેશે કે નહીં તે હવે જોવું રહ્યું!!