
છોટાઉદેપુર નગરના ઝંડા ચોકમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ વિરોધ કોંગ્રેસના સાંસદ અને ઉંગઞના પ્રોફેસર ડો. અંગોમચા બિમોલ અકોઈજામ સામે ૧૧ વિદ્યાર્થિનીઓ દ્વારા કરાયેલા જાતીય સતામણીના ગંભીર આરોપોના સંદર્ભમાં હતો. જીલ્લા ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ પક્ષ વિરૂદ્ધ આ પ્રદર્શન કર્યું.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય લીલાબેન રાઠવા હાજર રહ્યા હતા. જીલ્લા અને નગરની ભાજપ મહિલા મોરચાની અનેક કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.