
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિએ લોકતંત્ર બચાવો અભિયાન હેઠળ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા ગોધરામાં કાઢવામાં આવી હતી.
દેશમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા સામે ઉભા થયેલા સવાલોના વિરોધમાં આ પદયાત્રા કરાઈ હતી. કોંગ્રેસે લોકશાહી સંસ્થાઓની જવાબદારી અને પુખ્ત મતાધિકારના અધિકારની પવિત્રતા જાળવવાની માંગ કરી હતી.
પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શ થઈ હતી. તે બાબા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસેથી પસાર થઈ હતી અને અંતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ હાજર રહ્યા હતા.