મેવાડના મહારાણા પ્રતાપની આવરણ સાથેની ભવ્ય પ્રતિમા જૂની નગરપાલિકા ચોકમાં મૂકવામાં આવી.
આ ઐતિહાસિક પ્રસંગને વાચા આપવા રાજપુત સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું.
આસો સુદ એકમ એટલે કે નવલી નવરાત્રીના પ્રારંભે આદ્યશક્તિ અંબામય માહોલમાં જેનું વિજયા દશમીના પાવન દિવસે અનાવરણ કરવામાં આવનાર છે તેવી મેવાડના સિંહ કહેવાતા શૂરવીર મહારાણા પ્રતાપની આવરણ સાથેની ભવ્ય અને વિરાટ પ્રતિમા તેના માટે અલાયદા બનાવવામાં આવેલ ઊંચા સ્ટ્રક્ચર પર મુકવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે આસો સુદ એકમના રોજ મેવાડના રાજા મહારાણા પ્રતાપની આવરણ સાથેની ભવ્ય અને વિઘટ પ્રતિભા જૂની નગરપાલિકા ચોકમાં મૂકવાની હોઈ, આ ઐતિહાસિક પ્રસંગને વાચા આપવા રાજપુત સમાજ દ્વારા અવનતિકા રિસોર્ટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદના સમાપન બાદ ડીજે સાથે મેવાડના મહારાણા પ્રતાપની આવરણ સાથેની ભવ્ય અને વિરાટ પ્રતિમાને દાહોદ જુની નગરપાલિકા ચોક ખાતે વાજતે ગાજતે લાવવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા મેવાડના મહારાણા પ્રતાપની વીરગાથાના જયકારા સાથે ઈન્ડોર- અમદાવાદ હાઈવે પર આવેલ અવનતિકા રિસોર્ટ ખાતેથી નીકળી હતી જે દહોદના જુના ઈન્દોર રોડ, પડાવ સરદાર ચોક, બહારપુરા, અનાજ માર્કેટ ગેટ નંબર-૧ તથા બે પર થઈ દરજી સોસાયટી, આશીર્વાદ ચોક, ઠક્કરબાપા ચોકડી, આંબેડકર ચોકડી થઈ સરકારી વિશ્રામ ગૃહ, સરસ્વતી સર્કલ, ભગિની સમાજ થઈ માલેકચંદ ચોક, પોસ્ટ ઓફિસ થઈ ડીજેના તાલે વાજતે ગાજતે જૂની નગરપાલિકા ચોક ખાતે પહોંચતી હતી. જ્યાં વિરાટ પ્રતિમાને મૂકવા માટે બનાવેલ સિમેન્ટના એક ઉચા સ્ટ્રક્ચર પરથી આવરણ સાથેની મહારાણા પ્રતાપની ભવ્ય અને વિરાટ પ્રતિમાને શાસ્ત્રોક્તવિધિ મુજબ પૂજા અર્ચના કરી ક્રનની મદદથી મૂકવામાં આવી હતી આ ઐતિહાસિક પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પળને ભવ્ય બનાવી હતી. અને આ પ્રતિમાનું અનાવરણ વિજયાદશમીના પાવન દિને શુભ મુહુર્તમાં કરવામાં આવનાર છે. વિજયાદશમીના આ ઐતિહાસિક દિવસે આ ચોકનું નામ જૂની નગરપાલિકા ચોક બદલીને મહારાણા પ્રતાપ ચોક રાખવામાં આવે તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે.