છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે ટેમ્પોમાં લોટની આડમાં લઈ જવાતો ૧૦.૪૩ લાખનો દારૂ ઝડપાયો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દા‚નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે રંગપુર નાકા પર નાકાબંધી કરવામાં આવી હતી. સુરખેડા તરફથી આવી રહેલી એક ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાં ધઉંના લોટના પ્લાસ્ટિકના કોથળાની પાછળ સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ધઉંના લોટના કોથળાની આડમાં ટેમ્પોમાં ગેરકાયદે લઈ જવાતો રૂ.૧૦થી વધુનો વિદેશી દારૂ સહિત બે આરોપી માધુસિંહ ભુવાનસિંહ અવાસીયા(રહે.હરસવાટ પટેલ ફળિયા, તા.જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ),રૂસચિનભાઈ વેસ્તાભાઈ બઘેલ(રહે.ગીરાલા ગોહન ખોત્રા ફળિયા, તા.જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને વિદેશી દારૂ રૂ.૧૦,૫૨,૪૧૦/-, ટેમ્પો રૂ.૮,૦૦,૦૦૦/-, ધઉંનો લોટ-૩૬૦૦ કિ.ગ્રા.રૂ.૧,૫૬,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-અને રોકડ રકમરૂ.૧,૭૦૦/-મળી કુલ ૨૦,૩૦,૧૧૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા પકડવાના બાકી આરોપી દિલુ ઉર્ફે દિલીપભાઈ હિરલાભાઈ ચોૈગડ(રહે.ગિરાલા, તા.જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને પકડવા તજવીજ હાથ ધરી હતી.