શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાકી રહેલી ૨૮ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ ૬૭ઉમેદવારો મેદાનમાં

શહેરા નગર અને તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ૩૫ બેઠકો પર બિનહરીફ વિજય મેળવી પ્રારંભિક સ્તરે જ દબદબો સાબિત કર્યો છે, ત્યારે બાકી રહેલી ૨૮ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ ૬૭ઉમેદવારો મેદાનમાં છે.જોકે ૨૬ એપ્રિલના રોજ યોજાનારા મતદાનને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.

શહેરા નગર અને તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૩૫ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા હતા. ત્યારે જીલ્લા પંચાયતની બાકી રહેલી ૩ બેઠકો, તાલુકા પંચાયતની ૧૪ બેઠકો અને શહેરા નગરપાલિકાની ૧૧ બેઠકો મળીને કુલ ૨૮ પર ૬૭ જેટલા ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સનિષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા પ્રસ્થાપિત પક્ષોના સમીકરણો બગડી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.આ વખતે ચૂંટણી માત્ર રાજકીય પક્ષો વચ્ચે જ નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારો પણ ચર્ચામાં છે. કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા પ્રસ્થાપિત રાજકીય પક્ષોના ગણિત બગડી શકે છે. ખાસ કરીને સ્થાનિક પ્રશ્નો અને જ્ઞાતિગત સમીકરણોને જોતા અપક્ષ ઉમેદવારો કોના મતો કાપશે, તે બાબત પક્ષો માટે ચિંતાનો વિષય બની છે. મતદારોમાં પણ પોતાની સ્થાનિક સરકાર પસંદ કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરિષદો અને નગરના વિસ્તારોમાં સભાઓ દ્વારા ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવનાર છે. વિકાસના કામો, પાણીની સુવિધા અને રસ્તા જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહે તેવી શક્યતા છે. ૨૬ એપ્રિલના રોજ યોજાનારા મતદાનને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે શહેરા વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં હોવા સાથે ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી કામગીરીની તૈયારી શ‚ કરી દેવામાં આવી હતી.

તસ્વીર….

શહેરા વહીવટી તંત્ર ચૂંટણીને લઈને અત્યારથી જ એક્શન મોડમાં હોવા સાથે ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી કામગીરી ની તૈયારી શ‚ કરી દેવામાં આવી હતી.