દે. બારિયા પોલીસ ઊંઘતી ઝડપાઈ દે.બારીયા નગરમાં એક જ રાતમાં જુદી જુદી જગ્યાએથી ત્રણ બાઈકો ચોરાઈ

જીજે.૦૭.એફએફ.૪૨૭૭ નંબરની કાળા કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા દેવગઢ બારીયા નગરની મા‚તિનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ગોપાલભાઈ રાઠવાની તેમના ઘર આગળ આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૧૦,૦૦૦/-ની કિંમતની જીજે-૨૦-એઈ-૭૨૯૨ નંબરની હીરો કંપનીની એચ એફ ડિલક્ષ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૮૦,૦૦૦ ની ચોરી કરી હતી.

દેવગઢ બારીયા નગરમાં સક્રિય બનેલ બાઈક ચોર ટોળકીએ એક જ રાતમાં જુદી જુદી જગ્યાએથી કુલ ત્રણ બાઈકૌની ઉઠાંતરી કરી દેવગઢબારિયા પોલીસને ઊંઘતી ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે. વિગત અનુસાર દેવગઢબારિયા નગરમાં તારીખ ૪-૧૦-૨૦૨૬ ના રોજ રાત્રિના સમયેબાઈક ચોર ટોળકીએ ભારે તરખાટ મચાવી દેવગઢબારિયા પોલીસના સઘન રાત્રી પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી હતી. બાઈક ચોર ટોળકી દેવગઢ બારીયા નગરના બે દરવાજા રોડ પર પોતાનો કસસ અજમાવી મહંમદભાઈ મુરઘીના મકાનમાં ભાડે રહેતા ભાડુઆત રાજકુમાર ગોવિંદભાઈ રાઠોડની ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૪૦,૦૦૦/-ની કિંમતની જીજે ૨૦બીક્યુ-૧૧૮૬ નંબરની ગ્રે કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ, શાહ‚ખ ભાઈ ભીખુ મીયા પઠાણની ઘરના આંગણામાં મૂકી રાખેલ ‚પિયા ૩૦.૦૦૦/-ની મળી ૮૦,૦૦૦/-ની કુલ કિંમતની ત્રણ મોટર સાયકલો સ્ટેરીંગ લોક તોડી કેડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે દેવગઢ બારીયા નગરમાં ભેદ દરવાજા રોડ મહંમદ ભાઈ મુરઘીના મકાનમાં ભાડે રહેતા રાજકુમાર ગોવિંદભાઈ રાઠોડે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દેવગઢ બારિયા પોલીસે આ મામલે બાઈક ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે